SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ પિકવિક કલમ ચાલે – ત્યારથી તેમણે કદી કોઈ કેસ આવી ઊંડી લાગણી સાથે કે ગંભીર જવાબદારીના ભાન સાથે લીધો હોય તેવું એમને યાદ નથી આવતું. તેમના અસીલનો કેસ અર્થાત ન્યાય અને સત્યને કેસ આપ સૌ બુદ્ધિશાળી તથા સમજદાર જૂરો સમક્ષ યોગ્ય ચુકાદો પામશે એવી તેમને ખાતરી ન હોત, તો તે આવી ગંભીર જવાબદારીભર્યું કામ હાથમાં લેવાની હિંમત પણ કરતા નહીં. આપ લોકોએ મારા મિત્ર મિ. સ્કિપિન પાસેથી સાંભળ્યું તેમ, આ કેસ લગ્નના વચનના ભંગ બદલ પંદરસો પાઉંડ નુકસાની માગવાને લગતો છે. આ દાવામાં ફરિયાદી એક વિધવા છે. તેના પતિ મિ. બાડેલ શાહી મહેસૂલના એક અદના સંરક્ષક તરીકે પોતાના નામદાર રાજાનો વિશ્વાસ અને આદર ઘણાં વર્ષો સુધી ભોગવ્યા પછી, આ જગતમાંથી વિદાય થયા, અને કસ્ટમ ખાતાની નોકરી જે શાંતિ અને આરામ ન આપી શકે, તે પરમધામમાં શેધવા ચાલી ગયા.” (અલબત્ત, મિ. બાર્ડેલને દારૂના પીઠામાં બે પિંટ દારૂ ભરેલું વાસણ માથામાં મારવામાં આવ્યું હતું, એથી તે સતિ પામ્યા હતા, એ જુદી વાત થઈ!). પોતાના મૃત્યુ અગાઉ મિ. બાલે પોતાને યોગ્ય વારસદાર ઊભો કર્યો હતો. પોતાના પતિની એક યાદગીરી રૂપ એ બાળકને લઈને મિસિસ બાડેલે જગતની ધમાલ છોડી ગેલ-શેરીની શાંતિમાં નિવૃત્તિ લીધી. ત્યાં ગયા પછી “એકલા સગૃહસ્થ માટે એપાર્ટમેન્ટ ભાડે મળશે” એવું પાટિયું પોતાને બારણે તેમણે લટકાવ્યું. હવે સદગૃહસ્થો, આ પાટિયાના શબ્દો ઉપર આપનું બરાબર ધ્યાન ગયું જ હશે: “એકલા સગૃહસ્થ માટે’! મિસિસ બાલને તે પોતાના સગત પતિના ઉત્તમ સ્વભાવ અને નિકટ પરિચયના પ્રત્યક્ષ અનુભવથી સમગ્ર પુરુષ-જાત તરફ વિશ્વાસ અને આદર હોય, એ સ્વાભાવિક છે. તેનામાં પુરુષ-જાત પ્રત્યે ડર કે અવિશ્વાસની લાગણી હતાં જ નહિ. “મિબાલ ઈજજતદાર, વિશ્વાસુ અને નમૂનેદાર
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy