SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૮ પિકવિક ક્લબ સેમે હવે સીધી વાત ઉપાડી, “નાની-મા, મને એાળખ્યો?” કાણુ, કાઈ વેલર-સંતાન તો નથી ?” મિસિસ વેલરે સેમ તરફ આંખો ઊંચી કરીને જરા ચીડિયા અવાજે પૂછયું. “મને લાગે છે કે હું વેલરોનો વંશજ છું; અને આ મહાપુરુષ અહીં બેઠા છે, તેઓ જે અજુગતું ન માને, તો હું કહેવા માગું છું, નાની-મા, કે મને તમારા પુત્ર હોવા કરતાં તમારા પતિ હોવાનું વધુ મન થાય.” આ બે-ધારી પ્રશંસા હતી એનો એક અર્થ એ થતો હતો કે, મિસિસ વેલર બહુ સુંદર – જુવાન – મનોહર બાઈ હતી; અને બીજે અર્થ એ કે મિ. સ્ટિમિન્સ ખરેખર ધર્માત્મા સંત પુરવ જેવા લાગતા હતા. એની અસર તરત જ થઈ અને સેમે પોતે મેળવેલા ઉપરહાથનો લાભ લઈ, તરત પોતાની અપર-માતાને ચુંબન કર્યું. જા, જા, અટકચાળે કહીંને,” મિસિસ વેલરે તેને દૂર ધકેલી મૂકતાં કહ્યું. “શરમા, શરમા, જુવાનિયા,” મિ. સ્ટિગિન્સ બેલ્યા. શાંતં પાપં, શાંતં પાપં; અપર-માતાઓ જ્યારે બહુ જુવાન અને દેખાવડી હોય, ત્યારે તેમને આમ ન કરવું જોઈએ, ખરુંને, મહારાજ ” સેમે પૂછયું. એ બધી માયા છે,” લાલ નાકે જણાવ્યું. તે માણસને સેમ આવ્યો એ પહેલેથી જ ગમ્યું જ ન હતું; મિસિસ વેલર પણ તે જલદી વિદાય થાય એવું જ ઇરછતાં હતાં એમ સ્પષ્ટ દેખાતું હતું. પરંતુ સેમે એ બાબતમાં તેમને હરગિજ આભારી ન કરવાનો નિશ્ચય જ કર્યો હોય તેવો દેખાવ કર્યો, એટલે છેવટે તેને ચા પીવા બેલાવવો જ પડ્યો. બરાબર ગોઠવાયા બાદ સેમે પૂછયું, “બાપુની શી ખબર છે?” આ પ્રશ્નના જવાબમાં મિસિસ વેલરે બંને હાથ આકાશ તરફ ઊંચા કરી, માત્ર એટલું જ સૂચિત કર્યું કે એ માણસની વાત કાઢવી એ તેમને માટે કેવી દુઃખની-સંતાપની વાત છે.
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy