SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ I પિકવિક કલબ એવો તે ભભૂકી ઊઠયો કે, તેમનાં ચશ્માંના કાચ ત્યાં ને ત્યાં ઓગળી ન ગયા, એ જ નવાઈ! પણ પેલો ગિલ તે એમના ગુસ્સાની પરવા કર્યા વિના ધીટતાથી પોતાના ખિસ્સામાંથી પેલું લાયસન્સ કાઢી મિ. પિકવિકના પગ આગળ ફેંકતાં બોલ્યો, “આ લાયસંસ લઈ જજો – નામ બદલીને - ટપીને કામ લાગશે.” હવે મિ. પિકવિકથી શાંત રહેવાય એ અશક્ય હતું. તરત ખડિયાને ઠેબે ચડાવતા એ તેની પાછળ દોડયા; પણ જિંગલ તે ચાલ્યો ગયો હતો એટલે મિ. પિકવિક બારણામાં ઊભેલા સેમના હાથમાં જ જઈને પડ્યા. અરે, અરે, તમે સાહેબ જ્યાંથી આવો છે, ત્યાં ફરનિચર સતું હોય એમ લાગે છે. હવે પાછળ દોડવાની શી જરૂર છે, સાહેબ, એ તો ક્યારને શેરીને છેડે પહોંચી ગયો.” - મોટા માણસેનાં મન હંમેશ દલીલ માટે ખુલ્લાં રહેતાં હોય છે. એટલે તેમની દલીલ તરત મિ. પિકવિકે સ્વીકારી લીધી. પણ જિંગલને માત્ર પૈસા લઈ વિદાય થયેલે જેઈ મિસ વૅડલના આકંદને પાર ન રહ્યો. મિ. પિકવિકે એ હૃદયદ્રાવક દશ્યનું તાદશ વર્ણન પિતાની ધપોથીમાં ઉતાર્યું છે.
SR No.006011
Book TitlePikvik Club
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages462
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy