SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ | નિકોલસ નિકલ્ટી પણ તેમના પેટમાં લાંબો વખત એ વાત છુપાવી રાખવી એ પણ અશક્ય હતું. એટલે તેમણે નિકોલસને એક વખત એ વિશે વાત કરી. નિકોલસે પહેલાં તો એ વાત હસી કાઢી અને પોતાની માતાના ફળદ્ર ૫ ભેજામાં કુરતી અનેક કલ્પનાઓમાંની જ એક તેને માની લીધી. પણ પછી જ્યારે તેણે કેટ અને ફેંકનો વ્યવહાર જોયો, અને પોતાની માતાને એ પરિણામ લાવવા જ સીધી પ્રવૃત્ત થયેલી જોઈ, ત્યારે ચોંકીને તેણે મને કહ્યું – મા, આપણાથી આ બાબતને આગળ વધતી નજરે ન જોઈ રહેવાય. એટલું જ નહિ પણ, તે વાતને આગળ વધારવામાં ઉત્તેજન પણ ન અપાય. આપણે કેટલાં ગરીબ સ્થિતિનાં માણસ છીએ, અને ફેંક કેવા તવંગર ખાનદાનના છે, એ જેમ આપણે વિચારવું જોઈએ, તેમ એમના મામાઓના આપણા ઉપર કેટલા બધા ઉપકાર છે, તે પણ આપણે હરહંમેશ યાદ રાખવું જોઈએ. ફેંક તો ચિયરીબલ ભાઈઓના એકમાત્ર વારસદાર છે; અને તે ભાઈઓએ પોતાની સ્થિતિને અનુરૂપ કેવોય લગ્ન-સંબંધ ફૂંક માટે વિચારી રાખ્યો હશે. એટલે ફૂંક અને કેટ એમની મેળે પ્રેમ-સંબંધ બાંધે, તો પણ મારા માલિકોને એમ જ લાગે કે, આપણે તેમની ભલનમસાઈનો ગેરલાભ લીધો છે અને તેમના ભાણા મારફતે તેમની મિલકત ઉપર નજર રાખીને જ એ સંબંધ જાણી જોઈને વિકસવા દીધો છે. એટલે આપણે તો એ સંબંધ વધુ ગાઢ થાય, તે પહેલાં સાવચેત થઈ જવું જોઈએ અને કેટને પણ ચેતવી દેવી જોઈએ.”
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy