SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૩ - મિત્ર લિલીવીકનો ‘કુટુંબને સંદેશો અને સ્માઇક! તેની દોડાદોડનો અને ધમાલનો તો પાર જ નહોતો. મકાનની આસપાસની જમીનમાં તેણે જે કાળજીથી બગીચા જેવું બનાવવા માંડ્યું, તેને પણ એ ઘરના ભૂતે મદદ કરવા માંડી! ત્યાં વાવવા માટે જોઈતા નવા નવા છોડ તેને તૈયાર મળી જતા. આમ, એ કુટુંબમાં ઘણે વખતે આનંદ, ધમાલ, ઉદ્યમ અને શાંતિનું વાતાવરણ છવાઈ રહ્યું. ૪૧ મિ. લિલીવીકને “કુટુંબ અને સંદેશે નિકોલસે હવે કૅનવિચ્છ કુટુંબને મળી, મિ૦ લિલીવીકનાં મિસ પેટોકર–“થિયેટર-રૉયલ’વાળી સાથે થયેલાં શુભ લગ્નના સમાચાર કહી આવવાનો વિચાર કર્યો, અને તેમને ઘેર તે જઈ પણ પહોંચ્યો. બનવાકાળ તે એ દિવસે મિસિસ કૅનવિઝે પુત્રને જન્મ આપ્યો હતો, અને મિત્ર કેનેવિગ્સ પોતાની “ખાનદાનીને છાજે તેમ એ જાહેરાત કુટુંબના દાક્તરને મુખે સાંભળીને, પડોશી મુલાકાતીઓને સંભળાવી રહ્યા હતા. | નિકોલસને મકાનમાં આવ્યા પછી જ તે સમાચારની જાણ થઈ. તેણે મિ૦ કૅનેવિગ્સની માફી માગતાં જણાવ્યું કે, પોતે ગ્રામ-પ્રદેશમાંથી આવ્યો, ત્યારે ત્યાંથી તેમને માટેનો એક સંદેશો લેતો આવ્યો હતો; પણ લંડન આવ્યા બાદ, પોતાની અંગત ધમાલમાં એ સંદેશો પહોંચાડવાનું ભૂલી ગયો હતો. આજે આવી ધમાલને વખતે જ તે સંદેશો પહોંચાડવા આવ્યો, એ બદલ તેણે દિલગીરી દર્શાવી. મિ. કૅનવિચ્ચે પોતાને માટે રામપ્રદેશમાંથી આવેલો સંદેશો જલદી ન પહોંચાડવા બદલ નિકોલસને તરત માફી બક્ષી દીધી; કારણ કે, પોતાના જેવા “ઊંચા’ સંબંધોવાળા (જેમ કે, પાણીવેરાના સરકારી ઉઘરાતદાર મિત્ર લિલીવીક સાથેના!) સદ્ગુહસ્થને ગ્રામ-પ્રદેશ સાથે કાંઈ લેવાદેવા હોઈ શકે નહિ.
SR No.006010
Book TitleNikolas Nikalbi
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1965
Total Pages436
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy