SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શુભ પ્રારંભ ૨૧ 66 ડૉન વિકસોટે હિસાબ ગણી જોયો તો કુલ ત્રેસઠ રિયલ થયા. તેમણે તરત ત્યાં ને ત્યાં પૈસા ચૂકવી દેવા પેલા ખેડૂતને હુકમ કર્યો. પેલા ખેડૂતે કહ્યું, નામદાર, હું સોગંદપૂર્વક કહું છું કે, આ છોકરાના આટલા બધા પૈસા મારી પાસે હરિંગજ લેણા નીકળતા નથી. ઉપરાંત તેને મેં ત્રણ જોડ જોડા ખરીદી આપ્યા છે, તેના પૈસા કાપવા જોઈએ; તથા તે માંદો પડયો ત્યારે બે વખત મેં તેની ફસ ખોલાવી છે, તેનો એક રિયલ પણ ગણવો જોઈએ. "" ડૉન કિવકસોટે ફેંસલો આપ્યો, “તારું આપેલું જોડાનું ચામડું તેણે ઘસ્યું હશે, તો ત તેના શરીરની ચામડીને પટાથી ફટકારીને સારી પેઠે નુકસાન પહોંચાડયું છે; તથા તે માંદો હશે ત્યારે તે તેની ફસ ખોલાવી હશે, તો અત્યારે તે સાજો હોવા છતાં તે તેનું સારી પેઠે લોહી કાઢયું છે. એ બંને બાબતોનું તારું લહેણું વાંસાં થઈ ગયું. માટે તેના પૂરા પૈસા અબઘડી ચૂકવી દે, નહિ તો આ ભાલો ખાવા તૈયાર થઈ જા.” ખેડૂતે કરીગરીને કહ્યું, “અબઘડી મારી પાસે એક પૈસો પણ નથી, એટલો જ વાંધો છે; બાકી, પૈસા તો આપ કહો તેટલા હું બઘડી ગણી દઉં..` આ ઍન્ડ્રયૂ મારી સાથે મારે ઘેર આવે, એટલે તેને હું તેના પૈસા જરૂર આપી દઈશ.” પેલો છોકરો તરત બૂમ પાડી ઊઠયો, “હું એમની સાથે એમને ઘેર જાઉં? તો તો તે ત્યાં મારી મારીને મારી ચામડી જ ઉતારી લે!” ડૉન કિવકસોટને છોકરાની આ વાત અવિનયભરી લાગી; તેમણે કહ્યું, “મારો હુકમ થયા પછી, તે એમ કરવાની હિંમત હરગિજ નહીં કરી શકે ! ઉપરાંત, હું તેને મારી સમક્ષ તેના નાઈટ-પણાના સોગંદ જ લેવરાવું છું કે તે તને તારા પૈસા ચૂકવી દેશે. નાઈટ માણસ કદી પોતાના નાઈટપણાના સોગંદ તોડી શકે જ નહિ. "" 66 પણ આ માણસ તમે કહો છો તેવો નાઈટ-ફાઈટ કશું જ નથી; એ તો પાસેના ગામનો એક માલદાર ખેડૂત છે, એટલું જ. "" પણ પોતે જેને નાઈટ માન્યો હતો, તેને ડૉન કિવકસોટ એક છોકરાના કહેવાથી સામાન્ય માણસ માનવા તૈયાર ન થયા. એ સમજી જઈ, પેલો ખેડૂત તરત બોલી ઊઠયો, અરે, હું આખી દુનિયાના 66
SR No.006006
Book TitleDon Quicksot
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1966
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy