SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાં ડાન્ટે પેાતાની વાત કહે છે ૫૧ બદમાશી ઉપરાંત હવે વધુ કાંઈ શેાધી આપવામાં હું તને મદદ કરી શકું તેમ છું? " ‘હા, હા; તમારી નજર ગૂઢમાં ગૂઢ રહસ્યને પણ પ્રત્યક્ષ જોઈ શકે છે. મને એટલું જરૂર કહા કે, મારી બીજી વાર તપાસ કેમ ન થઈ? તથા મારા ઉપર કામ ચલાવ્યા વિના તથા કોઈ પણ સજા ફરમાવ્યા વિના અહીં શા માટે કોણે ધકેલી દીધા ? એ વસ્તુએ જ મને સૌથી વધુ નુકસાન કર્યું છે.' ‘એ જરા જુદી અને ગંભીર બાબત છે. તારે મને દરેક મુદ્દા ઉપર ઝીણામાં ઝીણી માહિતી આપીને મદદ કરવી પડશે. પ્રથમ તો મને એ કહે કે, તારી પ્રાથમિક તપાસ કોણે કરી હતી, અને તેની ઉંમર કેટલી હતી !' નાયબ-કોટવાળે મારી તપાસ કરી હતી અને તેમની ઉંમર ૨૬-૨૭ વર્ષની હશે. ’ , ‘અર્થાત્ મહત્ત્વાકાંક્ષી હાવા માટે પૂરતી ઉંમરને; પણ હ્રદય છેક જ કઠણ થઈ જવા માટે નાની ઉંમરના. ઠીક, તેના તારા પ્રત્યેના વર્તાવ કેવા હતા ?' " ‘ કઠોર નહિ પણ માયાળુ. મે તેને બધી વાત પહેલેથી છેવટ સુધી સાચેસાચ કહી સંભળાવી હતી. 9 ‘તારી તપાસ દરમ્યાન કોઈ જગાએ તેના વર્તાવમાં ચિંતા ફેર પડી ગયા હાય એમ બનેલું ?' ‘ હા, હા; મારી પાસેથી પકડેલા ગ્રાન્ડ માર્શલવાળા કાગળ તેણે વાંચ્યા ત્યારે તે એકદમ ગાભરો બની ગયો હોય એમ મને લાગ્યું હતું. જોકે મને તેણે એવા ખુલાસા કર્યો હતા કે, એ કાગળને કારણે મારે માથે જે ભયંકર જોખમ તોળાઈ રહ્યું છે, તેના ખ્યાલથી તેને તે ગભરામણ થઈ છે.'
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy