SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ 256 આશા અને ધીરજ રોજ એ નામની આસપાસ મેં ભગવાનના આશીર્વાદ પામ્યા છે. એ નામ મારા પુત્રના ખૂનીના નામ તરીકે મારા અંતરમાં કાયરનું કોતરાઈ જાય, અને મેં ઘૂંટણિયે પડીને કરેલી એક માગણી પણ તમે નકારી એવું ન થાય, એ યાચના હું પગે પડીને કરું છું.” કાઉંટના હૃદયમાંથી એક બીજો નિસાસો નીકળ્યો. ઘેર હતાશા તેના મોં ઉપર છવાઈ રહી. તે ધીમેથી બોલ્યો, “મર્સિડીસ! તું તરા પુત્રનું જીવન માગે છે; ભલે, તે જીવશે.’ મર્સિડીસે તે શબ્દો સાંભળતાં જ તેને હાથ પકડી પિતાને હેઠે લગાવ્યો. “એડમંડ! મારા દેવ! તમે મારા હૃદયમાં હવે દેવને સ્થાને જ રહેશે. એ સિંહાસન જે ખાલી પડ્યું હોત, તે મારું હૃદય ભાંગી પડત. હું તમને જેવા હંમેશાં માનતી આવી છું, એવા જ પ્રતાપી, દેવાંશી, ઉજજળવ તમે મારા હૃદયમંદિરમાં હવે બિરાજશે.' ભલે મસિડીસ! તારા હૃદયમાં તે નામ ઉજજવળ રહે! પરંતુ તે મારી પાસેથી કેટલું મોટું બલિદાન માગી લીધું છે, તે તું જાણતી નથી. કોઈ શિલ્પીએ મોટી ઇમારત વર્ષો સુધી ઘડી હોય, અને જ્યારે તે લગભગ પૂરી થવા આવે ત્યારે જ પોતાને હાથે તે પાડી નાખવાની થાય, ત્યારે શિલ્પીને શું થાય, તેની ખબર બીજા કોઈને નહિ પડે. ભલે, તારો પુત્ર જીવશે, પણ તે મારા જીવનને ભેગે!” મર્સિડસ કાઉન્ટના છેલ્લા શબ્દો સમજી શકી નહિ. તે જરા બેબાકળી બની ફરી બોલી ઊઠી : “એડમંડ, તમે હમણાં તમારું વચન આપ્યું છે કે, મારો પુત્ર જીવશે; તે હવે તે જીવશે જ, એ ખરું કે નહિ?' હા. હા; તારો પુત્ર જીવશે. પરંતુ તારા પુત્ર માટે નું જે કરી રહી છે, તે મારે માટે કરનાર કોઈ જ નથી! મારું જીવન -' મસિંડીસ તેને અટકાવીને બોલી : “તમારું જીવન! તમારું જીવન આ ક્ષમાદાનથી, આ પ્રેમદાનથી વધુ ઉજજવળ બનશે; હું તમારે માટે પરમાત્માની અંતરથી પ્રાર્થના કરીશ.'
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy