SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ 210 આશા અને ધીરજ કાઉંટ થિયેટરમાં દાખલ થયો ત્યારથી જ તેનું ધ્યાન આલ્બર્ટ તરફ ખેંચાયું હતું, અને તેનાં લક્ષણ ઉપરથી તે પોતાની ઉપર કંઈક બગડયો હોય એમ તરત જોઈ લીધું હતું. એટલે આલ્બર્ટને આમ આવેલે જોઈ તેને નવાઈ ન લાગી. તેણે સ્વાભાવિક રીતે હસીને તેને આવકાર આપ્યો. આલ્બર્ટે જવાબમાં કહ્યું, “હું તમારા જેવાનો દંભી, જૂઠો આવકાર જોવા અહીં નથી આવ્યો; મારે તે તમારી પાસે ખુલાસો જોઈએ છે.” ખુલાસો ! અને તે મારી પાસેથી? તમે ન જાણતા હો તો જાણી લે, મિત્ર, કે મેન્ટેક્રિસ્ટો માત્ર મોન્ટેક્રિસ્ટોને જ જવાબદાર છે.” એ બધાં ઘમંડ તમારા ઘરમાં તમારા ખરીદેલા ગુલામ આગળ દાખવજો; મને તો તમારે તમારા વિશ્વાસઘાતનો અને દગાબાજીનો કાંતે ખુલાસો આપવો પડશે અથવા કિંમત ચૂકવવી પડશે!” વિશ્વાસઘાત! દગાબાજી! સાહેબ, કેટલાક લોકોને એ અને ખાસ કરીને કેટલાય લોકોના પુત્રોને મોંએ એ શબ્દો જાહેરમાં ને બોલાય એમાં જ શોભા છે !' કાઉન્ટના એ શબ્દોનો સૂચિતાર્થ સમજી જઈ આલ્બર્ટ વધુ સળગી ઊઠયો અને કંઈક ભૂંડું બોલવા જતો હતો તેવામાં કાઉંટે તેને જરા દબાવીને જણાવ્યું, ‘અહીં મારી બૉકસમાં કશા બૂમબરાડા પાડયા વિના સીધા બહાર ચાલ્યા જાઓ. તમારે મારી પાસે યુદ્ધ જોઈએ છે તે સ્પષ્ટ સમજાય છે, પણ તે માટે આમ હડકાયાપ દાખવવાની જરૂર નથી. તમારો સમય અને સ્થળ તમારી નવરાશે મને જણાવજો એટલે બસ, પણ અત્યારે મારી બૉકસમાં હવે એક મિનિટ તમે વધુ થોભશે, અથવા વધુ બેશરમીભર્યો વર્તાવ કરવા જશો, તો મારા નોકર પાસે તમને ઉઠાવીને મારે નાછૂટકે બહાર ફેંકાવી દેવા પડશે !' આલ્બર્ટ ગુસ્સામાં ને ગુરસામાં ત્યાં ને ત્યાં જ કારના
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy