SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ બહુકિયાની કબૂલાત ૧૩૧ ધીમે ધીમે તેણે પેાતાની ભાભીને સારી સરખી રકમ ભેગી કરી આપી. એક દિવસ બટુકિયાની ગેરહાજરી દરમ્યાન ભાભી જઈને પેલા નિશાનીવાળા કકડાને આધારે તથા તારીખ વગેરેની માહિતી બરાબર આપીને પેલા બાળકને ઇસ્પિતાલમાંથી લઈ આવી. તે બાળક બટુકિયો અને તેની ભાભીના લાડમાં ઊછરતા ગયા. નાનપણથી જ તે ઉદ્ધત, મનસ્વી, આરામી પ્રકૃતિના, અને ખરચાળ હોઈ ચાર બન્યા. બકિયા તેને ધમકાવતો, શિખામણ આપતા તથા કંઈક કામ-ધંધે લગાડવા ઇચ્છતા; પરંતુ તે બાળક – બેનેડીટો – કશું ગણકારતા નહિ, બટુકિયાની ભાભી પાસેથી તે તે મારી ધમકાવીને પૈસા પડાવતા; ઉપરાંત કોઈ પણ પ્રકારે જ્યારે તેને ખબર પડી કે, આ બે જણ તેનાં ખરાં માતા-પિતા નથી, ત્યારથી તેા તેની વર્તણૂક વધુ બેજવાબદાર બનતી ગઈ. આ અરસામાં જ બકિયા પેાતાનું વહાણ લઈ ફ્રાન્સ તરફ આવ્યા હતા; તેવામાં બ્યુકેર પાસે તેનું વહાણ ઘેરાઈ ગયું, અને કૅડરેશને ત્યાં ખૂનના આરોપસર તે પકડાઈ ગયો. ૧૮૨૯ ના જૂન માસની ત્રીજી તારીખની રાતે બનેલી એ બધી વાત આપણે જોઈ આવ્યા છીએ. એબ બુસાનીએ બકિયાની બધી વાત સાંભળીને તેના છુટકારા માટે ભારે પ્રયત્ન આદર્યો. અને ઈશ્વરનું કરવું તે થેાડા વખતમાં જ કૅડરો પકડાઈ ગયા. દૂર પરદેશમાંથી તેને પકડીને ફ્રાંસમાં લાવવામાં આવ્યા. તેણે એવા બચાવ રજૂ કર્યો કે, ઝવેરીનું ખૂન કરવાના વિચાર અને પ્રયત્ન મૂળે તેની સ્ત્રીએ જ કર્યો હતા; પછી તો ઝવેરીના હાથમાંથી પેાતાની સ્ત્રીને અને પેાતાની જાતને બચાવવા ખાતર જ તેને એમાં ભળવું પડયું હતું. કૅડરોને મરણ પર્યંત લશ્કરી વહાણ ઉપર ગુલામ તરીકે કેદની સજા થઈ અને બકિયાને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો. એબ બુસાનીએ બહુ કિયા ઉપર દયા લાવી, તેને દાણચારીના
SR No.006005
Book TitleAsha ane Dhiraj
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherAcharya J B krupalani and Maganbhai Desai Memorial Trust
Publication Year1986
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy