SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ગીતા અને કુરાન “નથી કોઈ યહૂદી, કે નથી કોઈ યુનાની, નથી કોઈ ગુલામ કે નથી કોઈ આઝાદ નથી કોઈ પુરુષ કે નથી કોઈ સ્ત્રી, ઈશુ ખ્રિસ્તની સમક્ષ તમે સૌ એક છે” (ગિલિતિયોને પત્ર). ચીનના મહાત્મા કુંગ ફૂલ્બનું કથન છેઃ પડેશીઓ સાથે હેતપ્રેમથી રહેતાં શીખે. સે ભાઈઓ સાથે પ્રેમથી રહો(કિંગ). મહાત્મા બુદ્ધે કહ્યું છે: “અને આ સૌ હરતાફરતા મનુષ્ય શું છે? આ સઘળા એક જ શરીરના અવયવો – હાથપગ છે; તેથી દરેક અવયવે એકબીજા અવયવની કાળજી રાખવી ઘટે.” હિન્દુ ધર્મને જાણીને ઉપદેશ છે? अयं निजः परोवेति गणना लघु चेतसम् अदार चरितानां तु वसुधैव कुटुम्बकम् । આ મારે ને આ પારકો છે એ રીતે જે સમજે છે તે સંકુચિત વિચારને છે. પણ જેઓ મોટા મનના છે તેઓ આ પૃથ્વીમાં રહેવાવાળા સૌને કુટુંબી ગણે છે.” સાર એ છે કે ધર્મગ્રંમાં આ ઉપદેશ ભરેલે પડ્યો છે. પરંતુ મનુષ્ય સમાજ હજી આ આદર્શ સુધી પહોંચ્યા નથી. આનું કારણ શું છે? આનાં બે કારણે છે. પહેલું કારણ એ છે કે ઘણુ જણ આ સત્યને સમજી નથી શકતા. બીજું કારણ એ છે કે જેઓ સમજ્યા છે તેઓ તેને અમલ નથી કરી શકતા. ધ્યેયને ન પહોંચી શકવાની જવાબદારી એના ઉપર નથી કે જે સત્યને સમજી શક્યો નથી પણ તેમના ઉપર છે કે જેઓ સમજ્યા છે છતાં આચરણમાં
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy