SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ક૨. ગીતા અને કુરાન જેઓ ભક્તો છે તેને રક્ષક ભગવાન છે ભગવાન તેમને અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય છે”*(૨–૨૫૭). આ ધર્મગ્રંથ (કુરાન) દ્વારા ઈશ્વર એ લેકે કે જેઓ ઈશ્વરની ઈચ્છાનુસાર વર્તે છે તેમને શાંતિને માર્ગ દેખાડે છે; ઈશ્વર તેમને અંધારામાંથી પ્રકાશમાં લઈ જાય છે અને તેમને સીધે માર્ગે દોરે છે” (પ-૧૬). “ઈશ્વરે આ ગ્રંથ (કુરાન) તમારા (મહંમદ સાહેબના) ઘટમાં ઉતાર્યો છે. આની કેટલીક આયતો નિશ્ચિત આદેશ છે ને તે જ આ ગ્રંથને પાયો છે; બાકીની આયત દષ્ટાંતરૂપ છે. જેમના દિલમાં વક્તા છે તેઓ આ દૃષ્ટાંત આયતોને આધારે વર્તે છે અને તેઓ એ દ્વારા લડાઈ ઝઘડા કરવા ઉત્સુક રહે છે; તેઓ પિતાને ફાવતે અર્થ ઘટાવે છે. પરંતુ એને અર્થ ઈશ્વર સિવાય બીજા કોઈ જાણતા નથી અને જેઓ પૂરા પંડિતો છે તેઓ વિશ્વાસ રાખે છે કે આ સર્વ આપણું પાલકની કૃપા છે; દૂરદર્શીએ જ આની પરવાહ કરે છે” (૩-૬). ખરેખર ઈશ્વર મચ્છર કે તેના કરતાં નાના જીવનમાં દુષ્ટાતો આપવામાં સંકોચ નથી કરતો : જેઓ આમાં શ્રદ્ધા રાખે છે તેઓ સમજાવે છે કે આ ઈશ્વર તરફની સાચી વાત છે, અને જે વિશ્વાસ નથી ધરાવતા તેઓ કહે છે – ઈશ્વર આ દૃષ્ટાંતોથી શું કહેવા માગે છે ? આને કારણે કેટલાક સીધે ને કેટલાકે અવળે રસ્તે જશે પરંતુ ખરાબ કરવાવાળા સિવાય બીજા કોઈ ખોટે રસ્તે નથી જવાના” (૨-૨૬). અને જેમની પાસે ધર્મપુસ્તકે છે તેમાંના કેટલાક એવા લકે છે કે તેમને ધનનો ભંડાર સોંપે તે તેઓ તમને હતો તે પાછો આપી દેશે ને કેટલાક એવા છે કે જેમને * ઊંડા અંધારેથી પ્રભુ! પરમ તેજે તું લઈ જા–ઉપનિષદ: કવિ ન્હાનાલાલ
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy