SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાન અને તેને ઉપદેશ “અને જે શેતાન તમને ક્રોધિત કરવા લાગે તો ઈશ્વરને શરણે જાઓ; ઈશ્વર સર્વ સાંભળે તથા જાણે છે, “જ્યારે જ્યારે શેતાન ગુસ્સાની કે બદલે લેવાની ભાવનાને ઉશ્કેરે છે ત્યારે ત્યારે જે લેકે એવી બૂરાઈઓથી બચે છે અને સાવધ રહે છે તેઓ જ દેખી શકે છે” (૭ – ૧૯૮ થી ૨૦૧). “અને જે લડાઈના સમયમાં એ લકે કે જે એક ઈશ્વરની સાથે બીજાને જોડે છે તેમાંથી કોઈ તમારે આશરે આવે તો તેને રક્ષણ આપજે, અને ઈશ્વરની વાત સંભળાવજે. તોપણ જે તેમાં વિશ્વાસ ન રાખતો થાય તો તેને તેના રક્ષિત સ્થળ સુધી પહોંચાડી દેજો કારણ કે તે અણસમજુ છે” (૯-૬). અને હે મહંમદ ! જો તેઓ તમને મિથ્યા ગણે તો તેમને કહી દેજે કે તમને તમારા કર્મનાં ફળ મળશે ને મને મારાં કર્મનાં ફળ મળશે, ન તમે મારાં કૃત્ય માટે કે ન હું તમારાં કૃત્ય માટે જવાબદાર છીએ. “એમાંના કેટલાક તમારી વાતને સાંભળે છે; પણ બહેરાઓને અથવા સાંભળવાની અનિચ્છાવાળાઓને કેમ સંભળાવી શકશે ? “કોઈક તમારી તરફ જુએ છે પણ જેઓ આંધળા છે અથવા દેખવા નથી ઈચ્છતા તેમને તમે જેવડાવી શકશે ? ખરેખર ઈશ્વર મનુષ્ય ઉપર કોઈ પણ પ્રકારને જુલમ નથી કરતે, મનુષ્ય પિતા ઉપર જ દુઃખ (જુલમ) આણે છે” (૧૦-૪૧થી ૪૪). “મનુષ્યને ચતુરાઈથી તથા મીઠાશથી સમજાવીને પાલનહારને રસ્તે લાવો; એમની સાથે ચર્ચા કરે તો મીઠાશથી કરે.
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy