SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ ગીતા અને કુરાન “ અને સાચેસાચ અમે તમારા પહેલાંની સર્વ કામેમાં યુગપુરુષા પાઠવ્યા છે” ( ૧૫–૧૦ ). “ અને ખરેખર અમે દરેક કામમાં યુગપુરુષો માકલ્યા છે કે જેથી તેઓ લેકાને ઉપદેશ આપે કે ઈશ્વરને ભજો તથા દૈત્યથી ( બૂરાઈથી ) બચતા રહેા” (૧૩ – ૩૬ ). “ એ નિર્વિવાદ છે કે તમારા પહેલાં ઈશ્વરે સર્વ કામેામાં યુગપુરુષ પ્રકટાવ્યા છે' (૧૬-૬૩). “ અને જે કામમાં પયગંબર મેાકલવામાં આવ્યા તેમને તે જાતિની ભાષામાં સંદેશ આપી મેકલવામાં આવ્યા હતા જેથી લેાકાને તેઓ સ્પષ્ટ રીતે સમજાવી શકે ” ( ૧૪–૪ ). *. કહી દે કે અમે ઈશ્વરને માનીએ છીએ; અને જે જ્ઞાન ઈશ્વરે અમને આપ્યું છે તેને ( કુરાનને ) માનીએ છીએ. વળી તે સર્વે જ્ઞાન કે ધર્મગ્રંથા ઈશ્વરે ઇબ્રાહીમ, ઇસ્માઇલ, ઈસહાક, યાકૂબ, મૂસા, ઈસા, વગેરે યુગપુરુષો તથા તેમની કામેાની મારફત મળ્યા છે તેમાં વિશ્વાસ રાખીએ છીએ. આ સર્વ પયગંબરેમાં અમે કશે। તકાવત જોતા નથી અને અમે અમારી જાત ઈશ્વરને અર્પિત કરી દીધી છે ’ (૨-૧૩૬ ). “ રસૂલ ( મહંમદ સાહેબ) તે જ્ઞાનને માને છે કે જે અલ્લાહે આપેલ છે. જેએ રલમાં વિશ્વાસ રાખે છે તેઓ તે જ્ઞાનને સ્વીકારે છે. તે સૌ એક ઈશ્વરને માને છે, તેના કિરસ્તાઓને ( તેની જુદી જુદી શક્તિઓને ) માને છે, સૌ ઇશ્વરી ગ્રંથાને માન્ય રાખે છે અને ઈશ્વરે પાઠવેલ સર્વ પયગંબરાને પણ માને છે. આ સર્વે પયગંબરામાં અમે કાઈની સાથે કાઈ પણ પ્રકારના ભેદ નથી રાખતા હું પ્રભા ! અમે સૌ તારી ક્ષમા ચાહીએ છીએ, છેવટે સૌએ તારું જ શરણું લેવાનું છે” (૨-૨૮૫ ).
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy