SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ કુરાન અને તેને ઉપદેશ અલ-કતિહા કુરાનની પહેલી સૂરા (અધ્યાય) નું નામ છે અલ-ફતેહા. આ સૂરાને “કુરાનલ અઝીમ' (૧૫-૮૭) એટલે કે મોટું કુરાન' પણ કહેવાય છે. જે રીતે આખા ગ્રંથને “કુરાન'નું નામ અપાય છે તેવી જ રીતે દરેક સૂરાને પણ “કુરાન” કહેવાય છે. ખુદ મહંમદ સાહેબ આ સૂરાને ઉમ્મુલ કુરાન” (કુરાનની મા) કહેતા હતા. આ સૂરા કુરાનના સારરૂપે મનાય છે, અને દરેક મુસલમાન પિતાની પ્રાર્થનાઓમાં આ સૂરા વારંવાર ઉચ્ચારે છે. અલ-ફતેહાને અર્થ “ઊઘડવું” અથવા “શરૂ” થવું એમ છે. “અલ્લાહ! તારા નામથી આરંભું છું. તું દયાસાગર તથા કૃપાળુ છે. અલ્લાહ ! તારી સ્તુતિ કરું છું. તું સઘળાને પાલન• હાર છે. “તું દયાવંત તથા કૃપાળુ છે. તું તે દિવસને સ્વામી છે કે જ્યારે સૌને પોતપોતાનાં ફળ ભોગવવાં પડશે. “હે અલ્લાહ! અમે તારી જ પ્રાર્થના કરીએ છીએ ને તારું જ શરણું શોધીએ છીએ. * બુખારી
SR No.005971
Book TitleGita ane Kuran
Original Sutra AuthorN/A
AuthorSundarlal Shastri
PublisherNavjivan Prakashan Mandir Ahmedabad
Publication Year2005
Total Pages246
LanguageGujarati
ClassificationInterfaith
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy