SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧૯ સમ્યકુદ્રષ્ટિ ૫. સતદેવ, સધર્મ, સદ્ગુરુ ઉપર આસ્થા. (પૃ. ૭૪૨) - D સમ્યફદર્શનનું મુખ્ય લક્ષણ વીતરાગતા જાણીએ છીએ; અને તેવો અનુભવ છે. (પૃ. ૩૧૫) | સંબંધિત શિર્ષકો અનુકંપા, આસ્થા, નિર્વેદ, શમ, સંવેગ સમ્યફષ્ટિ T સમ્યફષ્ટિ એટલે ભલી વૃષ્ટિ. અપક્ષપાતે સારાસારે વિચારવું. તેનું નામ વિવેકદ્રષ્ટિ અને વિવેકદ્રષ્ટિ એટલે સમ્યફષ્ટિ. આ એમનું બોધવું તાદ્રુશ ખરું જ છે. વિવેકદ્રષ્ટિ વિના ખરું ક્યાંથી સૂઝે ? અને ખરું સૂઝયા વિના ખરું ગ્રહણ પણ ક્યાંથી થાય? માટે સઘળા પ્રકારે સમ્યફષ્ટિનો ઉપયોગ કરવો જોઇએ. (પૃ. ૨૭) “આચારાંગસૂત્ર'માં પ્રથમ શ્રુતસ્કંધ, પ્રથમાધ્યયનના પ્રથમ ઉદેશે, પ્રથમ વાક્ય) કહ્યું છે કે - આ જીવ પૂર્વથી આવ્યો છે? પશ્ચિમથી આવ્યો છે ? ઉત્તરથી આવ્યો છે? દક્ષિણથી આવ્યો છે? અથવા ઊંચેથી ? નીચેથી કે કોઈ અનેરી દિશાથી આવ્યો છે ? એમ જે જાણતો નથી તે મિથ્યાવૃષ્ટિ છે, જે જાણે તે સમ્યફષ્ટિ છે. તે જાણવાનાં ત્રણ કારણો આ પ્રમાણે :- (૧) તીર્થંકરના ઉપદેશથી, (૨) સદ્ગુરુના ઉપદેશથી, અને (૩) જાતિસ્મૃતિજ્ઞાનથી. અત્રે જાતિસ્મૃતિજ્ઞાન કહ્યું તે પણ પૂર્વના ઉપદેશની સંધિ છે. એટલે પૂર્વે તેને બોધ થવામાં સદ્દગુરુનો અસંભવ ધારવો ઘટતો નથી. (પૃ. ૫૩૧) 2 અનંતાનુબંધી ક્રોધ, અનંતાનુબંધી માન, અનંતાનુબંધી માયા અને અનંતાનુબંધી લોભ એ ચાર તથા મિથ્યાત્વમોહિની, મિશ્રમોહિની, સમ્યકત્વમોહિની એ ત્રણ એમ એ સાત પ્રકૃતિ જ્યાં સુધી ક્ષયોપશમ, ઉપશમ કે ક્ષય થતી નથી ત્યાં સુધી સમ્યકુદ્રષ્ટિ થવું સંભવતું નથી. એ સાત પ્રકૃતિ જેમ જેમ મંદતાને પામે તેમ તેમ સમ્યકૃત્વનો ઉદય થાય છે. તે પ્રકૃતિઓની ગ્રંથિ છેદવી પરમ દુર્લભ છે. જેની તે ગ્રંથિ છેદાઈ તેને આત્મા હસ્તગત થવો સુલભ છે. તત્ત્વજ્ઞાનીઓએ એ જ ગ્રંથિને ભેદવાનો ફરી ફરીને બોધ કર્યો છે. જે આત્મા અપ્રમાદપણે તે ભેદવા ભણી દૃષ્ટિ આપશે તે આત્મા આત્મત્વને પામશે એ નિઃસંદેહ છે. (પૃ. ૧૭૮) તીવ્રપરિણામે, ભવભયરહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યફષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. (પૃ. ૩૭૮) T સમ્યકુદ્રષ્ટિ હર્ષશોકાદિ પ્રસંગમાં તદન એકાકાર થાય નહીં. તેમના નિર્ધ્વસ પરિણામ થાય નહીં; અજ્ઞાન ઊભું થાય કે જાણવામાં આવ્યું તરત જ દાબી દે, બહુ જ જાગૃતિ હોય. જેમ કોરો કાગળ વાંચતા હોય તેમ તેમને હર્ષશોક થાય નહીં. ભય અજ્ઞાનનો છે. જેમ સિંહણને સિંહ ચાલ્યો આવતો હોય અને ભય લાગતો નથી પણ મનુષ્ય ભય પામી ભાગી જાય; જાણે તે કૂતરો ચાલ્યો આવતો હોય તેમ સિંહણને લાગે છે, તેવી રીતે જ્ઞાની પૌદ્ગલિક સંયોગ સમજે છે. રાજ્ય મળે આનંદ થાય તો તે અજ્ઞાન. જ્ઞાનીની દશા બહુ જ અદ્દભુત છે. (પૃ. ૬૮૭-૮) ઘર સંબંધી બીજાં સમસ્ત કાર્ય કરતાં થકાં પણ જેમ પતિવ્રતા (મહિલા શબ્દનો અર્થ) સ્ત્રીનું મન પોતાના પ્રિય એવા ભરતારને વિષે લીન છે, તેમ સમ્યકદ્રષ્ટિ એવા જીવનું ચિત્ત સંસારમાં રહી સમસ્ત કાર્યપ્રસંગે
SR No.005966
Book TitleShrimad Rajchandra Granth Vachanamrutji Aanshik Sankalan
Original Sutra AuthorN/A
AuthorSaroj Jaysinh
PublisherShrimad Rajchandra Swadhyay Mandir
Publication Year2000
Total Pages882
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy