________________
ગાથા-૮ર
ઉપોદઘાત : અહીં ફકત એક જ ગાથા વિષયનું પરિસમાપન કરતી નથી. સળંગ ભાવે જોતાં ગાથા ૮૨ અને ૮૩ બંને ગાથાનું એક સૂત્ર સંકળાયેલું છે, તો બંને ગાથાને સાથે રાખીને આ ગાથાનો ઉપોદ્દાત કરીએ. આમ તો દ્રવ્યકર્મ તે દ્રવ્ય છે અર્થાત્ કર્મ સાથે પૌદ્ગલિક ભાવ જોડાયેલો છે પરંતુ નિમિત્ત-નૈમિત્તિકભાવ એવો છે કે જીવાત્મામાં કશો વિકાર ન થાય, તો દ્રવ્ય કર્મ બંધાતું નથી, જીવાત્માના આ વિકારને ભાવકર્મ કહેવામાં આવે છે. આ ભાવકર્મ, તે જીવની પોતાની એક પર્યાય છે. જેને આ ગાથામાં નિજકલ્પનાકહીને ઉલ્લેખ કર્યો છે અર્થાત્ પૂરી ગાથામાં ભાવકર્મ તથા દ્રવ્યકર્મની વ્યવસ્થાનો ઉદ્ઘોષ છે. ખાસ એ વાત જણાવવાની છે કે આ બધી કલ્પના કે પરિણતિમાં વીર્યાતરાય કર્મનો ક્ષયોપશમ પ્રધાનપણે ભાગ ભજવે છે. વીર્ય સ્વયં ઉદયભાવી નથી, છતાં ઉદયભાવી પરિણામોમાં તે સહયોગી બને છે અને કર્મ વ્યાપાર શરૂ થાય છે. માંદા માણસોને ચાલવાની ઈચ્છા હોય પરંતુ શરીરમાં શકિત ન હોય, તો તે ઊભો થઈ શકતો નથી કે ચાલી પણ શકતો નથી. ઈચ્છા તે તેની કલ્પના છે, ચાલવું તે પૂલ ક્રિયા છે. આ ઈચ્છા અને સ્થૂલ ક્રિયાને સહયોગ આપનારી તેની શકિતની સ્કૂરણા છે, માટે શકિત પ્રયોગ આવશ્યક બની જાય છે, આ ઉદાહરણથી સ્પષ્ટ થાય છે કે ભાવકર્મ, દ્રવ્યકર્મ અને જીવની શકિત, તેનો ત્રિપુટી સંયોગ કેવી રીતે બને છે. આગામી ગાથામાં આ ત્રિપુટી ઉપર પ્રકાશ નાંખ્યો છે. તો આપણે તે પ્રકાશનો ઉપયોગ કરીએ.
ભાવ કર્મ નિજ કલ્પના માટે ચેતનરૂપ
જીવવીની કરણા ગ્રહણ કરે અડધૂપ આ ર ભાવકર્મ : આ ગાથામાં ભાવકર્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ શબ્દ વાસ્તવિક રીતે સમજવાનો છે. શાસ્ત્રકારે ભાવ અને કર્મ, તેવા બે શબ્દો મૂકયા છે પરંતુ હકીકતમાં જે ભાવ છે, તે જ કર્મ છે અને જે કર્મ છે, તે જ ભાવ છે. એક જ ગુણને બે શબ્દથી પ્રગટ કર્યો છે. ભાવ શબ્દ ગુણાત્મક છે, જયારે કર્મ શબ્દ ક્રિયાત્મક છે અર્થાત્ ભાવરૂપી ગુણમાં જે ક્રિયા થાય છે, તે ક્રિયાને સમજવા માટે “કર્મ' શબ્દ મૂકયો છે. અર્થ એ થયો કે ભાવરૂપી ગુણમાં જે ક્રિયા થાય છે, તે ભાવકર્મ છે અને તેનાથી સ્પષ્ટ થાય છે કે ભાવ તે સ્થિર નથી પણ ક્રિયાશીલ છે.
એક વિશેષ ખુલાસો : અહીં જે ભાવ શબ્દ મૂકયો છે, તે ભાવ બે પ્રકારનો છે. તે (૧) શુદ્ધભાવ અર્થાત્ સ્વભાવ (૨) વિકારી ભાવ અર્થાત્ વિભાવ.
સ્વભાવ તે કર્મ રૂપ નથી, તે ક્રિયાત્મક નથી. જયારે વિભાવ તે કર્મરૂપ છે, તે ક્રિયાત્મક છે. અહીં સામાન્યપણે જે ભાવ શબ્દ મૂકયો છે. તે વિભાવની અપેક્ષાએ મૂકયો છે. ભાવકર્મ કહેવાથી જ સ્પષ્ટ થઈ જાય છે કે તે વિભાવ છે. માટે આવા ભાવની સાથે કર્મ શબ્દ જોડાય છે. અર્થાત્ કર્મયુકત ભાવ, તે ભાવકર્મ છે. હકીકતમાં કર્મ એ ભાવનું વિશેષણ બની જાય છે અને ભાવ તે કર્મનું અધિષ્ઠાન છે. કર્મ તે આધેય છે અને ભાવ તે અધિકરણ છે. અહીં આધેય
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
S
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS