________________
નવું–જૂનું અને જન્મ-મૃત્યુ એ બધામાં કાળ નિમિત્ત છે. હકીકતમાં પદાર્થ પોતે જ પોતાની પર્યાય પામે છે પરંતુ પદાર્થમાં એક સાથે બધી પર્યાયો ઉત્પન્ન થવાનો જો ગુણ આવે, તો પ્રકૃતિ જગતમાં ઘોર અવ્યવસ્થા થાય. અહીં આ એક અતિ સૂક્ષ્મ વાત સમજી લેવાની છે કે પરિવર્તન તો પદાર્થનું જ થાય છે અને પદાર્થ સ્વયં પોતાનું પરિવર્તન કરી શકે તેવી તેની ગુણધર્મિતા છે પરંતુ કાળ દ્રવ્ય એક દરવાજો છે. બધી પર્યાયો એક સાથે પ્રગટ ન થાય, તેનું નિયામક કાળ છે. જેમ એક રૂમમાં પાંચસો માણસો બેઠા છે, બધાને નીકળવું છે પરંતુ દરવાજો એક છે અને દરવાજામાંથી એક પછી એક નીકળી શકે, તેવી વ્યવસ્થા છે. નીકળનારા તો મનુષ્ય જ છે પરંતુ નીકળવાની ક્રિયામાં દરવાજો નિયામક છે. તેમ અહીં પર્યાય તો દ્રવ્ય જ કરે છે. દ્રવ્યમાં એક સાથે ઘણી પર્યાયોનો ઉભરો આવી શકે છે પરંતુ આ બધી પર્યાયોને ક્રમિક પ્રગટ થવા માટે કાળ દ્રવ્ય તે નિયામક છે. એટલે વસ્તુમાત્રમાં કે કોઈ પણ ક્રિયાકલાપમાં સમયનું નિયામકપણું સ્વતઃ આવી જાય છે. વ્યવહારમાં પણ સમયનું ધ્યાન રાખવું પડે છે. રેલગાડી તો પોતાના બળે જ ચાલે છે પરંતુ કઈ ગાડીને ક્યારે ચાલવું, તેનો નિયામક સમય છે. કાળદ્રવ્ય સૂક્ષ્મ પર્યાયોના ઉદ્ભવમાં અને સ્થૂળ વ્યવહારિક જગતમાં પણ સમાનરૂપે કાર્ય કરે છે, તેથી અહીં સિદ્ધિકાર કહે છે કે “ કયારે કોઈ વસ્તુનો' હકીકતમાં તો “કયારે કહેવાની જરૂર જ નથી. એટલું જ કહ્યું હોય કે કોઈ વસ્તુનો કેવળ નાશ થતો નથી, તો પણ પૂરા ભાવ પ્રગટ થવાની શકયતા હતી, છતાં પણ અહીં કયારે' શબ્દ મૂકીને નાશમાં પણ કાળ નિયામક છે અને અવિનાશમાં પણ કાળ સાક્ષી છે, તે ગૂઢ ભાવ “કયારે’ શબ્દ મૂકીને પ્રગટ કરવામાં આવ્યો છે. આ રીતે પ્રકૃતિ જગતમાં કાળનું ક્રિયાત્મક રૂ૫ છે, તેના દ્વારા “કયારે’ શબ્દનું મહત્ત્વ સમજી શકાય છે.
“કોઈ શબ્દનું મહત્ત્વ – “કયારે’ પછી કવિરાજે ગાથામાં કોઈ શબ્દ મૂકયો છે. કોઈ શબ્દ વાપર્યા વિના વાકયનું અનુસંધાન થઈ શકતું હતું. અર્થાત્ જ્યારે વસ્તુનો નાશ હોતો નથી. કોઈ શબ્દ વાપર્યા વિના પણ વાકય બોધદાયક બની શકતું હતું. તો અહીં કોઈ શબ્દનું શું મહત્ત્વ છે? તે વિષે વિચાર કરશું. ફકત વસ્તુનો નાશ કહેવાથી સાર્વભૌમ સિદ્ધાંત નિષ્પન્ન થતો ન હતો. વસ્તુનો કેવળ નાશ ન થાય, તેમ કહેવાથી વસ્તુ માત્રનો નાશ ન થાય, તેવો ધ્વનિ નિષ્પન્ન થતો નથી. જંગલમાં વૃક્ષો મરી જાય છે, તેમ કહેવાથી કોઈ રોગના કારણે અમુક વૃક્ષો મરે છે તેવો સામાન્ય ભાવ સમજાય છે પરંતુ બધા જ વૃક્ષો મરે છે અથવા વૃક્ષ માત્ર મરી જાય છે, તેવો સાર્વભૌમ બોધ થતો નથી. જો એમ કહેવામાં આવે કે કોઈ વૃક્ષ પણ બચતું નથી, તો નિષેધભાવે સાર્વભૌમ સિદ્ધાંત પ્રગટ થઈ જાય છે.
ઉપરના વિવેચન અનુસાર કવિશ્રીએ અહીં સિદ્ધાંતની સાર્વભૌમિકતા પ્રદર્શિત કરવા કોઈ વસ્તુનો” આ શબ્દનું ઉચ્ચારણ કરીને વસ્તુ માત્ર કેવળ નાશ પામતી નથી. વસ્તુ માત્ર નાશ પામે છે પરંતુ સર્વથા નાશ પામતી નથી. આ રીતે કોઈ અને કેવળ' બંને શબ્દ મૂકીને કોઈ પણ વસ્તુમાં પર્યાયની અપેક્ષાએ નાશ અને દ્રવ્યની અપેક્ષાએ અવિનાશ, તેવો દ્રવ્યાનુયોગનો મહાસિદ્ધાંત અભિવ્યકત કર્યો છે, તેમ આ સામાન્ય શબ્દોમાં નિહાળી શકાય છે. સિદ્ધિકારે બધા શબ્દો કેમ જાણે વજન કરીને અને માપતોલ કરીને મૂકયા હોય, તેવા ભાવ પ્રત્યક્ષ નિહાળી શકાય છે.
\\\\\\\\\\\\\\\(૨૧) LLLLLLLLLLLLLLLLSLLLS