________________
શ્રી ઋષભ-મુનિસુવ્રત-શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ | ૐ નમઃ સિદ્ધમ્ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખર સૂરિભ્યો નમઃ
અંતરના ઉદ્ગાર
પૂ. પંન્યાસ શ્રી અજિતશેખરવિજય મ.સા.
શ્રીસિદ્ધાંતમાં સાધુ અંગેની એક ચતુર્થંગી બતાવી છે. ચાંદીનો સીક્કો એમાં દૃષ્ટાંત છે. (૧) સીક્કો સાચો અને ઉપર છાપ ખરી. (૨) સીક્કો ખોટો પણ ઉપર છાપ ખરી. (૩) સીક્કો સાચો પણ છાપ વિનાનો. (૪) સીક્કો ખોટો અને છાપ પણ નહીં.
સંયમ ગુણસ્થાનકોમાં રમતા અને સાધુવેશ વગેરેના ધારકો પ્રથમ નંબરમાં આવે. જેઓ સાધુવેશમાં છે, પણ સંયમના પરિણામો નથી ભાવથી સંયમભ્રષ્ટ થયા છે તેઓ બીજા નંબરે આવે. ભાવથી સંયમમાંસંવેગમાં રમતો હોય, પણ બાહ્ય વેશ વગેરેથી સાધુપણું ન હોય એ ત્રીજા નંબરમાં છે અને મિથ્યાત્વથી વાસિત તાપસ વગેરે ચોથા નંબરે છે.
ત્રીજા નંબરમાં રહેલો સારો છે પણ પ્રથમ નંબરે રહેલો શ્રેષ્ઠ છે. બીજા નંબરે રહેલા વેશથી સાધુને પ્રથમ નંબરે-વાસ્તવિક સાધુ બનવા માટે અને વાસ્તવિક સાધુને પણ સંયમપર્યાયોને વિશુદ્ધ કરવા માટે આચાર સંપન્ન બનવું જરૂરી છે. આચારસંપન્ન બનવા આ ચાર અંગે વિશેષ જાગૃતિસાવધાની-ઉલ્લાસ અપેક્ષિત છે. - (૧) ગુરુસમર્પણ (૨) સહવર્તી સાધુસેવાસહાય-સ્નેહભાવ (૩) સૂક્ષ્મ સંયમ-સુવિશુદ્ધ સંયમ માટેની સાવધાનીસાવચેતી-સમજણ. અને (૪) સતત સ્વાધ્યાયમાં સુસ્થતા.
વર્તમાનકાળમાં પ્રભુના (૧) દેહને પડતું દરેક દુઃખ આત્મા માટે મહાલાભકારી નીવડે છે (૨) કષાયો સંસારરૂપી વૃક્ષને લીલોછમ રાખવા સિંચનનું કામ કરે છે - દુઃખમય સંસાર વધારવાનું કામ કરે છે. (૩) સુખી થવા માટે (A) સામે ચાલીને આતાપના વગેરે કષ્ટ ઉઠાવવા જોઈએ (B) સુખશીલતા-સગવડ-અનુકૂળતાથી દૂર ભાગવું જોઈએ (c) કામના
7