________________
૮. પ્રતિક્રમણ માંડલીમાં કરવાનો આગ્રહ રાખવો. જુદું પ્રતિક્રમણ ન કરવું. એ અનેક રીતે નુકશાનકારક છે. વ્યાજબી નથી.
વાચના લેવી. ન મળે તો ના કલાક અધ્યાત્મિક-તાત્ત્વિક પ્રેરક પુસ્તકો વાંચવા કે પ્રવચનમાં જવું.
૧૦. સ્વભાવ શાંત-સ્વસ્થ બનાવવો. ભાષા મૃદુ-મધુર બનાવવી. ગુસ્સો, અવજ્ઞા, તિરસ્કાર ન આવે તેની વારંવાર કાળજી લેવી. કોઈની નિંદા ન કરવી.
૯.
૧૧. આરાધના માટે બાહ્ય વ્યવહાર ઘટાડવા અને અંતર્મુખ થવા પ્રયત્ન અને કાળજી કરવી.
૧૨. સહવર્તીઓની સેવા કરવા વિશેષ કાળજી રાખવી.
૧૩. આંતરિક ભાવો, કષાયો, વિષયો, અસદ્ વિચારણા, સંક્લેશ વગેરેની આલોચના દ્વારા હૃદયની શુદ્ધિ કરવી.
૧૪. સાધ્વીજી-બહેનો વગેરેના પરિચય વાર્તાલાપ વગેરે ન કરવા. ટૂંકમાં
પતાવવા.
વિનયાદિ ગુણગણાલંકૃત સાધુ-સાધ્વી ભગવંતો... જોગ વિજય જયઘોષસૂરિની અનુવંદના... સહુ સુખ-શાતામાં હશો. પ્રવેશ સુખરૂપ થયો હશે.
સંયમજીવનની વિશુદ્ધ આરાધના કરવા-કરાવવા આંતરિક વિશુદ્ધિ વધારવા માટે આ લખેલ ઉપાયોને જીવનમાં ઉતારવા કાળજીપૂર્વક અને લાગણીપૂર્વક પ્રયત્ન કરશો.
સહુને અનુવંદના જણાવશો.
વિ.સં.-૨૦૫૯, અષાઢ સુદ-૭ તા. ૬-૭-૦૩, મુંબઈ, ઘાટકોપર (૫.) નવરોજી લેન ઉપાશ્રય
140
વિજયજયઘોષસૂરિની અનુવંદના.