SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રીતમ પધાર્યા! પ૩ એમ ઈંગ્લિશ-ગાર્ટર અને તેનો જ્યોજ ડાયમંડ, ગોલ્ડન-ફલીસ, ઑર્ડર ઑફ સેઈન્ટ એડ્ય, વગેરે જે કાંઈ હોદા-પ્રતિષ્ઠાનાં ચિહન અલ્લે ધારણ ક્યાં હતાં, તે બધાંનો હેતુ અને અર્થ તેણે કાઉન્ટસના પૂછયા પ્રમાણે વર્ણવી બતાવ્યો; અને છેવટે કહ્યું કે, એ બધાં ખરી રીતે દરબારહૉલમાં હાજરી વખતે ધારણ કરવાનાં હોય છે. એટલે કાઉન્ટસ તરત બોલી ઊઠી, “તો મને હવે તમારા રાજગઢમાં – તમારા દરબાર-હૉલમાં કયારે લઈ જાઓ છો? મારે તમને તમારા દરબારીઓ વચ્ચે પૂરા ઠાઠમાં જોવા છે!– જેથી તમે એ બધા વચ્ચે કેવી રીતે શોભો છો કે આગળ તરી આવે છે, તેની તુલના કરું!” તો શું, ઍમી, અહીંના કમરા પૂરતા વૈભવથી સજાવેલા તને લાગતા નથી? મેં તો કશી મર્યાદા મૂક્યા વિના ગમે તેટલું ખર્ચ કરવાનો હુકમ આપ્યો હતો. પણ તને કંઈ મણા રહી ગયેલી લાગે, તો તરત કહી દે, જેથી હું તરત જ તે પૂરી કરવાની સૂચના આપી દો.” ના, મારા સ્વામી, હવે તો તમે મજાક જ કરવા લાગ્યા છો ! આ કમરાઓ તે મારી કલ્પનાથીય બહારના વૈભવથી સજાવેલા છે. પરંતુ તેથી શું તમારી પત્ની, માત્ર તેના કમરા સજાવનાર કારીગરની મહેનતથી કે તમારી ઉદારતાથી જે રેશમ તથા જરજવાહર સાંપડયું છે તેનાથી મળતા દબદબાથી જ સંતોષ માની રહે? ઈંગ્લેન્ડના સર્વોત્તમ જવાહરની અર્ધાગના તરીકેના સ્થાનથી પ્રાપ્ત થતા પ્રતાપથી હું દેદીપ્યમાન થઈ રહ્યું, એમ તમે પિોતે નથી ઇચ્છતા શું?” “હા, એમી, એક દિવસ જરૂર એમ બનશે; અને મારા જેટલો એ દિવસ માટે બીજો કોઈ વધુ ઉત્સુક નહિ હોય. હું મારા રાજકાજમાંથી અને મહત્ત્વાકાંક્ષાની ચિંતાઓ અને બળતરામાંથી નિવૃત્ત થઈ, તારી સાથે મારી વિશાળ જાગીરો ઉપર દબદબાથી અને પ્રતિષ્ઠાથી જીવન ગુજારવા કેટલો બધો ઉત્સુક છું, એ બીજું કોણ જાણી શકે? પરંતુ એમી, હાલ તુરત એમ બની શકે તેમ નથી. હમણાં તો આવી ચોરીછૂપીથી મેળવેલી મુલાકાતોથી જ તારે અને મારે સંતોષ માનવો પડે તેમ છે.” . “પરંતુ એમ શા માટે? હાલ તુરત જ હું તમારા રાજદરબારની ચિંતાઓમાં તેમ જ દબદબામાં શા માટે ભાગીદારણ ન થઈ શકું? ઈશ્વર અને માણસના કાયદાથી અને વિધિથી આપણે બે સહજીવનનાં ભાગીદાર
SR No.005924
Book TitlePrit Kiye Dukh Hoye
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahkari Mandir Ltd
Publication Year1984
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy