SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ સાંભળ્યો કે નહિ?” “કોશલરાજે પૂછ્યું: “શેનો ઢંઢેરો પિટાયો છે?” જવાબ મળ્યો : “કોશલરાજને લાવી આપે એને એક હજાર સોનામહોર મળશે.” શબ્દો કાનમાં પડતાં વેંત જ કોશલરાજને મનમાં વિચાર આવ્યોઃ “અરે, મારી હજુ પણ એક હજાર મહોર જેટલી કિંમત છે! ઠીક છે, કો'કવાર જરૂર પડશે ત્યારે આપણે એ પણ વટાવી લઈશું.” જે માણસ પ્રેમથી જીવનારો હોય છે, એનું જીવન ગગનમાં ઊંચે રહેલાં વાદળ જેવું હોય છે. એ વર્ષે છે, અને ધરતી અને દુનિયા નવપલ્લવિત થઈ જાય છે. જે લોકો દુનિયામાં અમર બનવા આવ્યા હોય છે એ લોકો જાણે છે કે દુનિયાની બધી વસ્તુઓ હોવા છતાં પણ, આપણે જે ચૈતન્ય છે, આપણો જે આત્મા છે, એ વધુ મહાન વસ્તુ છે. એટલા જ માટે કોશલરાજે મનથી નક્કી કર્યું કે અવસર આવશે ત્યારે આ પણ વટાવશું. - એ તો ઈચ્છે છે કે એવો દિવસ ક્યારે આવે કે મરતાં મરતાં પણ કોઈકના કલ્યાણમાં હું નિમિત્ત બની જાઉં. જીવનમાં કોઈકનું કલ્યાણ કરી જવું એ દિવ્યતાની વૃત્તિ છે. બીજાનું ખાઈ જવું એ દાનવ
SR No.005889
Book TitleBandhan ane Mukti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1992
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy