SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ રહેતી નથી. એ તો બહાર આવે છે, અને તેની પ્રશંસાની સુગંધ ચારે બાજુ પ્રસરી જાય છે. . - કાશી રાજ શક્તિ, સંપત્તિમાં ઘણો મોટો રાજવી હતો. એ વિચાર કરે છે કે રાજ્ય મારું મોટું, સત્તા મારી મોટી, સંપત્તિ મારી મોટી, અને વખાણ થાય કોશલરાજનાં? એ કેમ ચાલે? પણ કાશીરાજને ભાન નહોતું કે લોકો પૈસાને માન નથી આપતા અને આપતા હશે તો ય કદાચ બહારથી, ઉપર ઉપરનું આપતા હશે. પરંતુ અંતર તો સાચું નમે છે, સદગુણને-સત્કર્મને. . માનવીમાં રહેલું ચૈતન્ય-દિવ્ય તત્વ તો સદ્દગુણને નમે છે. એ સદ્દગુણનું ભક્ત છે, કાશીરાજે જોયું કે એના પ્રજાજનો પણ કોશલરાજાના જ ગુણો ગાય છે, એટલે એ અકળાયો. એને થયું, આ કોશલરાજને હવે વચ્ચેથી ટાળી નાખવો જોઈએ. • આ અહંના મદમાં મોટું સૈન્ય તૈયાર કરી એણે કોશલરાજ ઉપર ચઢાઈ કરી. આ વખતે કોશલરાજે પોતાની પ્રજાને બોલાવીને કહ્યું: “મિત્રો, પ્રજાજનો, હું. તમારામાંનો જ એક છું. અને એ રીતે તમારામાં પ્રેમ, કારુણ્ય, દયા, મૈત્રી અને વાત્સલ્ય ફેલાવવાનો મારો ધર્મ હતો અને તે મુજબ હું કરતો હતો. પણ
SR No.005889
Book TitleBandhan ane Mukti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1992
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy