SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ લોભના કહેવાથી વસ્તુ પડાવી લેવા જનાર : જ્યારે પકડાઈ જાય છે, ત્યારે દંડ કોને મળે છે? આ શરીરમાં વસેલા આત્માને, ગગનવિહારી આપણા ચૈતન્યને. ' . - આપણા શરીરમાં ક્રોધ, માન, માયા લોભ વગેરે બધાં બેઠાં છે, પણ એ બરાબર સંતાઈને, અને આપણાં પોતીકાં થઈને બેઠાં છે. માણસ તેમને જોઈ શકતો નથી, અને તેથી એ પોતીકાં જ આપણને છેવટે હેરાન પરેશાન કરી નાખે છે. * , એટલે મિત્રો! આપણે હવે વિચાર કરવાનો છે કે આપણું આ માન, આપણો લોભ, આપણી માયા, આપણો ક્રોધ-જે બધાં આપણામાં ઘર કરીને બેઠાં છે તેને દૂર કેમ કરવાં. આ બધાં પાશવી તત્ત્વો છે. એ પાશવી તત્ત્વો માનવીમાં બેસી જઈને એની પાસે એવાં ખરાબ કામ કરાવે છે કે અંદરનું આપણું દેવત્વ પોતાના દૈવત્વને ક્ષણભર ભૂલી જાય છે. - આ તત્ત્વજ્ઞાન સમજાવે છે કે વૃત્તિઓ આપણા કોબૂમાં હોય છે ત્યારે આપણે મહાત્મા છીએ. એ જ વૃત્તિઓ છુટ્ટી અને અનિયંત્રિત હોય છે ત્યારે આપણે પાપાત્મા બનીએ છીએ.
SR No.005889
Book TitleBandhan ane Mukti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1992
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy