SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ દેરક માનવી પરાધીન છે, અહીં બેઠેલો દરેક માનવી આવી જંજીરોમાં પૂરાયેલો છે. આમ માનીને જ, અહીં બેઠેલા દરેક ભાઈ-બહેને આ પ્રવચન સાંભળવાનું છે. આ પ્રવચન આ જેલના કેદીભાઈઓને માટે જ છે એમ ન માનશો, એ તો બધી જાતના કેદીઓ માટે છે. હું તો મારી જાતને-મને પોતાને પણ આવી વૃત્તિઓના કેદીઓમાંનો એક ગણું છું. પણ એ ક્યા અર્થમાં કેદી . વેરમાં, વિચારોની સંકુચિતતામાં વૃત્તિઓમાં! આ દેહની અંદર કેદ થયેલો આત્મા, શું શું નથી અનુભવતો? શું શું સહન નથી કરતો? . આજે આપણે એ વિચારવાનું છે કે માનવ એટલે કોણ ? એની કેદ એટલે શું? એ કેદી કેમ બન્યો? અને આ ભયંકર કેદમાંથી હવે એ કેવી રીતે મુક્ત બની શકે? * માનવ પાસે ત્રણ વસ્તુઓ છેઃ એક છે દેહ, બીજુ છે મન અને ત્રીજો છે આત્મા. આપણા બધાયની અંદર આ ત્રણ વસ્તુઓ છેઃ દેહ, મન અને આત્મા. આ ત્રણેનો ખોરાક, આ ત્રણેનો સ્વભાવ, આ ત્રણેની તાસીર જુદા જુદા
SR No.005889
Book TitleBandhan ane Mukti
Original Sutra AuthorN/A
AuthorChitrabhanu
PublisherDivyagyan Sangh
Publication Year1992
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy