________________
આગ્નેય મંડળનું સ્વરૂપ
૨૬૭, પૃથિવીનાં બીજથી પરિપૂર્ણ ( વ્યાસ), વજના લાંછન (ચિહ્ન) થી યુક્ત, ચારે ખુણાવાળું અને તપાવેલા સેના સરખું પાર્થિવ મંડળ છે.
વિવેચન–પાર્થિવબીજ “અ” અક્ષર છે. કેટલાક આચાર્ય “લ”ને પણ પાર્થિવ બીજ કહે છે. હેમચંદ્રાચાર્યજીએ “સ” ને પાર્થિવ બીજ તરીકે માન્યું છે. ૪૩.
' વારૂણ મંડળનું સ્વરૂપ स्यादर्धचन्द्रसंस्थानं, वारुणाक्षरलांछितम् । चन्द्रामममृतस्यद सान्द्रं वारुणमंडलम् ॥ ४४ ॥
અષ્ટમીના ચંદ્ર સરખા આકારવાળું, વારૂણ અક્ષર “વ” કારના ચિહ્નવાળું, ચંદ્ર સરખું “ઉજજવળ અને અમૃતના ઝરવા વડે કરી વ્યાસ થએલું વારૂણ મંડળ છે. ૪૪.
- વાયવ્ય મંડળનું સ્વરૂપ स्निग्धांजनघनच्छाय, सुवृत्तं बिन्दुसंकुलम् । · दुर्लक्ष्य पवनाक्रान्तं, चञ्चलं वायुमंडलम् ॥ ४५ ॥
તૈલાશિકથી મિશ્રિત કરેલા અંજનસમાન ગાઢ શ્યામ કાંતિવાળું, ગળાકારવાળું, બિંદુનાં ચિહ્નોથી વ્યાસ, દુખે દેખી શકાય તેવું, અને પવન બીજ “” કારથી દબાયેલું, ચંચળ વાયુમંડળ છે. ૪૫.
આગ્નેય મંડળનું સ્વરૂપ . उर्वज्वालाचितं भीम, त्रिकोणं स्वस्तिकान्वितम् । स्फुलिङ्गपिंग तबीजं ज्ञेयमानेयमंडलम् ॥ ४६ ॥
ઉંચી પ્રસરતી જવાલાયુક્ત, ભય આપતું, ત્રણ ખુણાવાળું, સ્વસ્તિક (સાથીઆ)ના લાંછનવાળું, અગ્નિના કણીયા સરખું, પીળા વર્ણવાળું અને અગ્નિબીજ રેફ () સહિત, આગ્નેય મંડળ જાણવું.
अभ्यासेन स्वसंवेद्यं, स्यान्मंडलचतुष्टयम् ।। क्रमेण संचरंस्तत्र वायु यश्चतुर्विधः ॥ ४७ ॥