________________
૯. મુખ, બે હાથ અને બે પગને ધોઈને તે પોતાના ઘરે ગયો (તેથી) તેના અંગો અને અવયવો જલ્દી સુવર્ણની કાંતિવાળા થયા. ૯૭૩.
૧૦. સવારે તે કૌતુકને જોઈને “આ શું છે? એ પ્રમાણે રાણીએ વૃત્તાંત રાજાને પૂછ્યો - રાજાએ પણ હાથ-પગ ધોવા વિગેરે (વૃત્તાંત) ને કહ્યો. ૯૭૪.
૧૧. અહીં કોઈ પણ અતિશય છે એ પ્રમાણે હૃદયમાં વિસ્મય પામેલ રાજાએ ત્યાં સ્નાન કર્યું. ત્યારબાદ રોગરહિત થયો. ૯૭પ.
૧૨. નૈવેદ્ય, ધૂપ, બલિદાન વિગેરે કરીને “અહીં જે દેવતા છે તે પ્રગટ થાય. એ પ્રમાણે રાજાએ ઉદ્ઘોષણા કરી. ૯૭૯.
૧૩. એ પ્રમાણે કહેતે છતે તે રાત્રિમાં તે (રાજા) ત્યાં જ સૂતો અને (સવારે) બ્રાહ્મમુહૂર્તમાં અધિષ્ઠાતા દેવે તેને એ પ્રમાણે કહ્યું. ૯૭૭.
૧૪. અરે ! અહીં પ્રભાવશાળી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા છે જેના પ્રભાવથી તારા અંગે થયેલ કોઢ રોગ નાશ પામ્યો. ૯૭૮.
૧મ. આ પ્રતિમાને ગાડામાં આરોપણ કરીને સાત દિવસના થયેલ વાછરડાઓર્ન જોડીને તું સ્વયં સારથી થઈને જલ્દી ચલાવ. ૯૭૯.
૧૪. જ્યાં તું અવળું મુખ કરીને પાછળ જોશે ત્યાં આ પ્રતિમા સ્થિર થઈ જશે. એ પ્રમાણે કહીને દેવ ગયો. રાજા પણ જાગ્યો. ૯૮૦.
૧૭. રાજાએ પણ દેવે કહેલ સર્વ ઉપાયોને સવારે કર્યા. એટલામાં કંઈક રસ્તો ઓળંગ્યો તેટલામાં તેને સંદેહ થયો. ૯૮૧.
૧૮. શું પ્રતિમા આવે છે કે નહીં? એ પ્રમાણે ઉદ્વેગને વહન કરતો ક્ષણમાત્રમાં ડોકને વાંકી કરીને રાજાએ પાછળ જોયું. ૯૮૨.
ઉપદેશ સપ્તતિ ૧૨૯