SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશસ્થાનક તપ અર્થ : સૂત્રના અર્થનું અને તે બંનેનું પણ જે અપૂર્વ પ્રયત્નથી નિરંતર ગ્રહણ કરવું. તે અઢારમું અભિનવ જ્ઞાનગ્રહણ પદ છે. ૧. ૪૦ જ્ઞાન વડે લોકમાં રહેલા સૂક્ષ્મ બાદર સર્વ ભાવ જાણી શકાય છે. તેથી જ્ઞાનકુશળ એવા મનુષ્યે અવશ્ય પ્રયત્ન વડે નવું નવું જ્ઞાન ગ્રહણ કરવું જોઈએ. ૨. અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાથી મોટી કર્મની નિર્જરા થાય છે. વળી સમ્યગ્દર્શનનું નિર્મલપણું થવાથી તત્ત્વનો પ્રબોધ પણ થાય છે. ૩. છટ્ઠ-અટ્ઠમ દશમ અને દુવાલસ વિગેરે તપ કરવાથી અબહુશ્રુતત્ની જેટલી આત્મશુદ્ધિ થાય છે, તે કરતાં દ૨૨ોજ જમનારા જ્ઞાનીની અનંતગુણી શુદ્ધિ થાય છે. ૪. અપૂર્વ જ્ઞાન ગ્રહણ કરવાથી શુભ ભાવનાના યોગવડે પ્રાણી સાગરચંદ્રની જેમ તીર્થંકરપદ પ્રાપ્ત કરે છે. ૫. ૧૯ શ્રી શ્રુતપસ્બી આરાધના વિધિ દુહો વક્તા શ્રોતા યોગથી, શ્રુત અનુભવ રસ પીન, ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રુત સુખલીન. આ પદની મહત્તા જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે– : सज्जनोद्भासनेना-वर्णवादच्छिदादिना श्रुतज्ञानस्य यद्भक्ति, स्थानमेकोनविंशतिः 11911 अत्थं भासइ अरिहा, सुत्तं गुंथति गणहरा निउणो । सासणस्स हियट्ठाए, तओ सुत्तं पवत्तेइ ॥૨॥ सव्वंगपयतिकोडी, लक्खा अडसट्ठी सहस्स बायाला । उसग्गि अववाइय, इच्चाइ भेया अमियगुणा રૂા पापस्यौषधं शास्त्रं, शास्त्रं पुण्यनिबन्धनम् चक्षुः सर्वगतं शास्त्रं शास्त्रं सर्वार्थसाधनम् ॥૪॥
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy