SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ પૌષધવિધિ શકવાથી એ આત્મઘાત કરી રહી હતી. તેવામાં વિદ્યાધરે આવીને તે યુવતીનો પરિચય આપ્યો કે તે ભુવનભાનુ રાજાની હેમમાલા નામની પુત્રી છે. વગેરે સર્વ વૃત્તાંત કહ્યો. એવામાં અમિતતેજ નામનો વિદ્યાધર ત્યાં આવી પહોંચ્યો. તેણે સાગરચંદ્રનો પરિચય કરાવ્યો. અને હેમમાલાનું પાણિગ્રહણ સાગરચંદ્ર સાથે કરાવ્યું. એક વાર રાત્રિના સમયમાં પૂર્વ ભવના વૈરી દેવે ત્યાંથી ઉપાડી અનેક શિકારી પશુઓવાળા પર્વત પર તેને ફેંક્યો. પરંતુ પુન્ય યોગે પર્વત પર ન પડતાં તે સરોવરમાં પડ્યો. તરતો તરતો બહાર નીકળ્યો અને જંગલમાં તેજ ગીતિનું સ્મરણ કરતો ફરવા લાગ્યો. ત્યાં એક પ્રતિમાધર ચારણમુનિને જોયાં. પ્રણામ કરી તેની પાસે બેઠો. મુનિએ કાયોત્સર્ગ પાળી દેશના આપી. દેશનાથી સાગરચંદ્રે શ્રાવકધર્મ અંગીકાર કર્યો. આગળ જતાં સામેથી એક સૈન્ય આવતું દેખાયું. કુમારે યુદ્ધ કરી તેને હરાવ્યું. અને તેના નાયકને મારવા જતો હતો. ત્યાં જ એક સુંદરીએ આવીને તેમને અટકાવ્યા. કુમારે તેનો પરિચય માંગ્યો. તેને કહ્યું કે તે કુશવર્ધનપુર નગરના કમલચંદ્રરાજાની ભુવનકાંતા નામની પુત્રી છે. અને સાગરચંદ્રના ગુણો સાંભળી તેના પર મોહિત થઈ હતી. એક વાર સુદર્શનરાજાના સમરવિજય નામના કુમારે તેનું હરણ કરીને તેને વનમાં લાવી મૂકી હતી. ત્યાં તેને કોઈક પ્રકારે ખબર પડી કે સાગરચંદ્ર આ માર્ગે એકલો આવે છે તેની સાથે યુદ્ધ કર્યું. ભુવનકાંતાની વિનંતીથી કુમારે સમરવિજયને મુક્ત કર્યો. અને તેના આગ્રહથી તેના નગરમાં ગયો. ત્યાં ઉત્સવથી ભુવનકાંતાનું પાણિગ્રહણ કર્યું, ત્યાંથી પોતાના નગરમાં ચાલ્યો. માર્ગમાં વનમાં સુંદર પ્રકાશિત મહેલ જોયો. નિર્જન સ્થાનમાં આવો મહેલ જોઈ તે કોનો છે તે જાણવાની ઉત્કંઠાથી એકલો જ મહેલમાં ગયો. ઉપરના ભાગમાં વિવિધ વાજિંત્રોનો ધ્વનિ સંભળાયો. તે ઉપર ગયો. ત્યાં પાંચ દિવ્ય કન્યાઓ જોઈ. કુમારને જોઈ આદરપૂર્વક તેને બેસાડી તેમાંની મોટી કન્યાએ કુમારનો પરિચય માંગ્યો અને પોતાનો પરિચય આપ્યો કે-અમે સિંહનાદ નામના ખેચરની ભદ્રા-જયા, ગૌરી-તારા અને રંભા નામની પાંચ કન્યાઓ છીએ અને કુમારને પરણવાની ઈચ્છાવાળી હોવાથી તેમના પિતાએ ત્યાં સુંદર મહેલ બનાવીને તેમને ત્યાં રાખી છે. કન્યાઓની પ્રાર્થનાથી ગાન્ધર્વવિવાહથી કુમાર તેમની સાથે પરણ્યો અને બધી છએ કન્યાઓ સાથે પોતાના નગર તરફ ચાલ્યો. માર્ગમાં શ્રી વીતરાગદેવનું ચૈત્ય જોઈ દર્શન કરવા ૧૩૧
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy