SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશસ્થાનક તપ ગૌતમના આજીવન છઠ્ઠ તપને અનુલક્ષીને ૩+૨=૫ ઉપવાસથી પંદરમી ઓળી કરી એટલે કે ૧૦૦ ઉપવાસ છ મહીનામાં કર્યા. પ્રાયઃ અમારા સમુદાયમાં આ તપની આવી વાત જાણવામાં કે સાંભળવામાં આવી નથી. ૧૦ વિશેષમાં તપની સાથે સાથે જ્ઞાનોપાસનામાં પણ આ મુનિ સતત પ્રયત્નશીલ રહે છે. સંવત ૨૦૪૩ના આસો સુદ-૩થી શરૂ થયેલ વીશસ્થાનક તપની સાથે સાથે કર્મપ્રકૃતિના ભાગ ૧-૨-૩નો ભાવાનુવાદ કરી ગ્રંથરૂપે બહાર પડ્યા છે. (૩જો ભાગ પ્રેસમાં છે) જે અભ્યાસકોને માટે અતિ ઉપયોગી બન્યા છે. . પોતાની નજીક આવેલ સેંકડો તપ પ્રેમીઓને આ તપની પ્રેરણા ફરતાં કેટલાયે ભાગ્યશાળીઓ આ તપમાં જોડાયા. મુનિશ્રી લીધેલ અથાક પરિશ્રમ સફળ અને સાર્થક બન્યો છે. અંતે આ તપની આરાધનાથી સર્વ જીવો મોક્ષસુખના ભાગી બને એ જ શુભેચ્છા. . . લી. મહોબી સુરત, ગોપીપુરા, વાડીનો ઉપાશ્રય, વિ.સં. ૨૦૫૮ પો.વ.૧, પૂ. ગુરુદેવ વિજય કસ્તૂરસૂરિ મ.સા.નો ૧૦૧મો જન્મદિવસ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy