SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ કથાઓ ક્ષમા આદિ ગુણોથી યુક્ત વિનયપૂર્વક ગુરુ સાથે વિચરવા લાગ્યાં. . એક દિવસ ગુરુ મુખેથી સર્વ ગુણોમાં પ્રધાન એવા વિનયગુણનો મહિમા સાંભળ્યો કે વિનયથી જ્ઞાન, જ્ઞાનથી સમક્તિ, સમક્તિથી ચારિત્ર, ચારિત્રથી સંવર, સંવરથી તપ, તપથી નિર્જરા અને નિર્જરાથી અષ્ટકર્મનો નાશ-કેવળજ્ઞાન અને અનંત મોક્ષસુખની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે વિનયનો મહિમા સાંભળી ધનદેવ મુનિએ અભિગ્રહ અંગીકાર કર્યો કે પંચ પરમેષ્ઠિનો મારે ત્રિકરણ શુદ્ધ નિરંતર વિનય કરવો. - અન્યદા ગુરુ મહારાજ સાથે વિહાર કરતા તેઓ સાંકેતપુર આવ્યાં. ત્યાં આદિત્ય નામના ચૈત્યની અંદર શ્રી જિનની પ્રતિમાને વાંદી વિનયપૂર્વક, શુદ્ધભાવથી, સ્થિર યોગથી ભગવંતનું સ્તવન કરવા લાગ્યાં. તે સમયે ધરણેન્દ્ર ભગવંતને જાતારવા આવ્યાં. મુનિને નિશ્ચળ ધ્યાનથી સ્તવન કરતાં જોઈ પરીક્ષા કરવા માટે અનેક સર્પો વિકર્વી મુનિના શરીરે વીંટાળ્યા. તે તીવ્ર દંશ આપી અત્યંત ઉપસર્ગ કરવા લાગ્યાં. તો પણ મુનિ ધ્યાનથી ચલિત થયા નહીં ત્યારે ધરણેદ્ર એ ઉપસર્ગ.સંહરી પ્રત્યક્ષ થઈ ક્ષમા યાચી મુનિની સ્તુતિ કરી. - ધરëદ્રએ ગુરુ મહારાજ પાસે આવી વંદન કરી પૂછ્યું કે “હે ભગવંત! ધનમુનિએ જિન અને જિન ચૈત્યના આવા ઉત્તમ વિનયથી શું પુણ્ય ઉપાર્જન કર્યું?” ગુરુ કહે છે કે – “હે ધરણેન્દ્ર ! તેવા વિનયથી તે મુનિએ જિનનામકર્મનો નિકાચિત બંધ કર્યો છે. આ પ્રમાણે વિનયનું અતિ ઉત્તમ ફળ શ્રવણ કરી ઘરણુંદ્રા સ્વસ્થાને ગયા. - ધનમુનિ અનુક્રમે કાળધર્મ પામી સહસ્ત્રાર દેવલોકમાં અપાર ઋધ્ધિના ભોક્તા - શ્રેયાં. ત્યાંથી એવી મહાવિદેહમાં તીર્થકરપદ પામી શાશ્વત મોક્ષસુખને પામશે. ૧૧ શ્રી આવશ્યક (ચારિત્ર) પદ વિષે અરુણદેવની કથા આ ભરતક્ષેત્રમાં મણિમંદિર નગરમાં મણિશેખર રાજાને મણિમાલા રાણીથી સર્વ કલાકુશલ પરાક્રમી અરુણદેવ નામે પુત્ર હતો. પ્રધાન પુત્ર સુમિતી નામના . મિત્રની સાથે તે એક વખત ઉદ્યાનમાં ક્રીડા કરવા ગયો. ત્યાં તેણે અનુપમ રૂપવાળી એક સુંદરીને હિંડોળે હિંચતી જોઈ. કુમાર કન્દર્પના તીરથી વિંધાઈ ગયો. તેવામાં
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy