SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ કથાઓ ૧૦૫ ગુરુનું વચન શ્રવણ કરી સંવેગ પામી પોતાના જયવર્મા પુત્રને રાજ્યારૂઢ કરી નરપતિએ ઉત્સવપૂર્વક ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પછી નિરતિચાર ચારિત્રનું પાલન કરતાં દુષ્કર તપશ્ચર્યા આદરી. પારણે નિરસ ભોજન કરતાં, ગુરુ સેવાને આચરતાં અનુક્રમે બાર અંગનું અર્થ સહિત અધ્યયન કર્યું. અન્યદા મોહનીયકર્મના ઉદયથી શાતાગારવમાં લુબ્ધ થયાં. શિથિલ પરિણામી થયા. ગુરુએ પ્રતિબોધતાં કહ્યું કે - હે મુનિ ! પ્રમાદનો ત્યાગ કરો, કેમ કે ચૌદ પૂર્વધર, શ્રુતકેવળી અને મનઃપર્યવજ્ઞાનીઓ પણ પ્રમાદને વશ થવાથી સંસારની ચારે ગતિમાં ભ્રમણ કરે છે. ગુરુનો ઉપદેશ સાંભળી તેમણે તરત જ પ્રમાદનો ત્યાગ કર્યો. જ્ઞાનીને સુખેથી પ્રતિબોધી શકાય છે. સંયમયોગમાં ચિત્ત સ્થિર કરીને તેમણે એવો અભિગ્રહ લીધો કે—‘આજથી મારે નિરંતર જ્ઞાનોપયોગ કરવો.’ સંયમના દરેક યોગોનું યથાસ્થિત‘પાલન કરતાં અભિગ્રહનું દ્દઢતાથી પાલન કરવા લાગ્યાં. એક વખત ઈન્દ્ર મહારાજા સૌદર્યવાળી સુંદરીનું રૂપ લઈને તે મુનિની પરીક્ષા કરવા આવ્યાં. મુનિ કામરાગથી જરાય લેપાયા નહીં. ધૈર્યવાન મેરૂપર્વતની પેઠે અચળ રહ્યાં. ત્યારે ઈન્દ્ર વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધરીને પોતાનું આયુષ્ય પૂછ્યું. મુનિએ સમ્યક્ શ્રુતજ્ઞાનનો ઉપયોગ કરીને કહ્યું કે હે સુરેશ્વર ! તમારૂં આયુષ્ય બે સાંગરોપમમાં કાંઈક ન્યૂન બાકી છે. આ રીતે શ્રુતોપયોગથી પોતાને ઓળખ્યા જાણી ઈન્દ્રે પ્રત્યક્ષ થઈ, સ્તુતિ કરી, નિગોદનું સ્વરૂપ પૂછ્યું. મુનિ કહે છે કે હે સુરેશ્વર ! અસંખ્યાતા નિગોદના ગોળા કહ્યાં છે. એકેક ગોળામાં અસંખ્યાતી નિગોદ કહી છે. એકેક નિગોદમાં અનંતા જીવના સમૂહ કહેલા છે. તે જીવો સાથે ઉત્પન્ન થાય, સાથે મરે, સાથે શ્વાસોશ્વાસ તથા આહાર લે છેઃ 'અસંખ્યાત નિગોદનો એક ગોળો, એક નિગોદમાં અનંતા જીવ, વળી તે દરેક જીવ અસંખ્યાત આત્મપ્રદેશવાળા હોય છે તથા એકેક આત્મપ્રદેશે અનંત કર્મવર્ગણાઓ છે. એકેક વર્ગણામાં અનંતા પરમાણુઓ અને એકેક પરમાણુમાં અનંતા ગુણ પર્યાય શ્રી જિનેશ્વરે કહ્યાં છે. આ પ્રમાણે નિગોદનું સ્વરુપ સાંભળી ઈન્દ્ર પ્રસન્ન થઈ, ત્રણ પ્રદક્ષિણા દઈ, નમસ્કાર કરી તે મુનિના ગુરુ પાસે આવ્યા. વિનય સહિત નમસ્કાર કરી પૂછ્યું કે ‘હે ગુરો ! જયંતમુનિ આવા જ્ઞાનોપયોગથી શું ફળ પામશે ?” ગુરુ કહે
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy