SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ શ્રી વશરસ્થાનક તપ બાહ્ય જળથી કદી શુદ્ધિ થતી નથી. અંતરની શુદ્ધિ માટે જ્ઞાન અને ક્રિયા જ શ્રી જિનેશ્વરે કહેલી છે. આ પ્રમાણે ગુરુની દેશના સાંભળી શ્રુતશીલે સંવેગ પામી ચારિત્ર અંગીકાર કર્યું. શ્રુતશીલે ચારિત્ર લીધું એમ જાણી રાજા ગુરુ પર દ્વેષ ધરવા લાગ્યો. ગુરુ રાજાને પતિબોધી, શાંત કરી ત્યાંથી અન્યત્ર વિહાર કરી ગયાં. એકદા નગરના ઉદ્યાનમાં શ્રુતકેવળી સમંતભદ્રાચાર્ય ઘણાં સાધુના પરિવાર સહિત આવી સમવસર્યા. સર્વ નગરજનો તથા રાજા વંદન કરવા આવ્યાં. તે સમયે ગુરુએ અમૃતસમાન દેશના આપી... “હે ભવ્યજનો! વિશાળ રાજ્યલક્ષ્મી, લલિત લલના, ભોગોપભોગની સામગ્રી એ ધર્મના પ્રભાવથી પ્રાપ્ત થાય છે. જે સુજ્ઞ જિનેશ્વરે કહેલા ધર્મમાં પોતાનું ચિત્ત સ્થિર કરે છે. તે પ્રાણી સુખ સંપદા પામે છે જે મૂઢ અનાદર કરે છે તે દુઃખના ભાગી થાય છે. જ્યાં સુધી આ દેહ નિરોગી છે, ઈન્દ્રિયોની પટુતા છે, જરાવસ્થા દૂર કરે છે અને આયુષ્ય ક્ષીણ નથી થયું. ત્યાં સુધીમાં તમે ધર્મને વિષે યત્ન કરો.' આ રીતે વૈરાગ્યપૂર્ણ ગુરુની દેશનાં શ્રવણ કરી રાજાએ પોતાના જયંતકુમાર પુત્રને રાજ્યસન પર સ્થાપી પોતે મંત્રી સહિત ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અનુક્રમે ગુરુ પાસે રહી અગીયાર અંગનું અધ્યયન કર્યું. એક દિવસ ગુરુમુખેથી દેશના સાંભળી કેવીશસ્થાનક અથવા એમાંથી એક પણ સ્થાનકની સમ્યફ આરાધના કરાય તો ત્રિભુવન પૂજ્ય તીર્થકરની લક્ષમી પમાય છે.' આ સાંભળી રાજર્ષિએ અભિગ્રહ લીધો કે જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારે બહુશ્રુતનું વાત્સલ્ય કરવું.” પછી બહુશ્રુત મુનિઓનું ઔષધભૈષજ્યાદિથી વૈયાવચ્ચ કરતાં પોતાના અભિગ્રહનું નિશળપણે પાલન કરવા લાગ્યાં. એક દિવસ ઈન્દ્રસભામાં ઈન્દ્ર તે મુનિની પ્રશંસા કરી. તેમાં શંકા લાવી ધનદ નામે દેવ જ્યાં મુનિ હતા તે નગરમાં શેઠનું રૂપ ધારણ કરી રહેવા લાગ્યો. એક વખત તે રાજર્ષિ કોઈ ગ્લાન સાધુને માટે કોળાપાક શોધતાં તે કપટરૂપ શ્રેષ્ઠીને ત્યાં વહોરવા આવ્યાં. તેણે મુનિનો આદર સત્કાર કર્યો અને કોળાપાકની વિનંતી કરી તેને અનિમેષ નેત્રવાળો જાણી-આ તો કોઈ માયાવી દેવ છે-દેવપિંડ મુનિથી ગ્રહણ કરાય નહીં એમ જાણી પાક લીધા વિના મુનિ પાછા વળ્યા. તેથી દેવ રોષે ભરાયો. મુનિ જ્યાં જાય ત્યાં પાક અશુદ્ધ કરવા લાગ્યો તો પણ મુનિ ખિન્ન થયા નહીં. ઘણાં ઘર ભમતાં સૂર સાર્થવાહને ત્યાંથી મુનિને એષણીય પાક મળ્યો. મુનિને અભિગ્રહમાં નિશ્ચળ જોઈ દેવે પ્રત્યક્ષ થઈ મુનિની સ્તવના કરી.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy