SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રી વીશરસ્થાનક તપ ત્યાં ચાર જ્ઞાનના સ્વામી શ્રી દેવમુનીશ્વર ઉદ્યાનમાં સમવસર્યા. તેમની દેશના સાંભળી રાજા પ્રતિબોધ પામ્યો. પુરુષસિંહને રાજગાદી સોંપી રાજાએ ગુરુભગવંત પાસે ચારિત્ર અંગીકાર કર્યું. નિરતિચારપણે ચારિત્ર પાળતાં નવ પૂર્વધર થયાં. એક દિવસ રાજર્ષિ મુનિ શુભધ્યાનમાં ચિંતવવા લાગ્યા કે માતા-પિતા વગેરે તો આ ભવના જ ઉપકારી છે. જ્યારે ગુરુમહારાજ તો નિઃસ્વાર્થ ઉપકારી છે. આજથી મારે નિરંતર ગુરુજનની ભક્તિ કરવી. આવો અભિગ્રહ ધારણ કરી, અસ્મલિત ગુરુની ભક્તિ કરતા તીર્થકર નામકર્મનો બંધ કર્યો. એક દિવસ ઈન્દ્ર સભામાં મુનિની પ્રશંસા કરી. કોઈ મિથ્યાદ્રષ્ટિ દેવ ઈર્ષ્યાથી પરીક્ષા કરવા આવ્યો અને અછતા દોષથી કટુવચનોથી પ્રહાર કરવા લાગ્યો. પરંતુ મુનિ ગુરુભક્તિથી જરાયચલાયમાન થયા નહીં. છેવટે મુનિને ખમાવી દેવ ગયો. રાજર્ષિ અભિગ્રહનું પાલન કરતાં અણસણ કરી અય્યત કલ્પમાં મહાસમૃદ્ધિવાળા દેવ થયાં. ત્યાંથી ચ્યવીને મહાવિદેહક્ષેત્રમાં તીર્થકરપદ પામી અનંત શાશ્વત સુખવાળા મોક્ષ સ્વરૂપને પ્રાપ્ત કરશે. ૬૫ શ્રી સ્થવિરપદ વિષે પદ્મોત્તર રાજાની કથા આ ભરતક્ષેત્રમાં સમૃદ્ધિયુક્ત વારાણસી નામે નગરીમાં પ્રતાપી અને કામદેવ સમાન રૂપવાળો પડ્યોત્તર રાજા હતો. તેમજ શુભાપુરી નગરીમાં જયરાજ રાજાને દેવકન્યા સમાન પતિની અને કુમુદિની નામે ગુણસંપન્ન બે પુત્રીઓ હતી. તથા ગજપુરનગરમાં સિંહરથ રાજાને ભોગવતી અને વિશ્વમવતી નામે બે પુત્રીઓ હતી. કોઈ ચિત્રકાર પાસેથી પક્વોત્તર રાજાનું ચિત્ર જોઈ તેના ઉપરંઅનુરાગવાળી થવાથી એ ચારે કન્યાઓના લગ્ન માતાપિતાની આજ્ઞાથી પક્વોત્તર રાજા સાથે મહામહોત્સવપૂર્વક થયા. રાજા પણ તેઓની સાથે સ્નેહપૂર્વક વિલાસ કરવા લાગ્યો. એકદા કોશલદેશના સુગ્રીવ નામે રાજા, પવોત્તરાજાની ચારેય રાણીઓના રૂપની પ્રશંસા સાંભળી કામાંધ બન્યો. તેણે દૂત મોકલીને તે ચારેય રાણીઓની નિર્લજ્જ માંગણી કરી. કામાંધતાથી તેણે પદ્મોત્તર રાજા ઉપર ચઢાઈ કરી. પરસ્પર યુદ્ધ થયું. સુગ્રીવરાજા હારીને નાશી ગયો. અને પદ્યોત્તર રાજા વિજયી થયો. એક વખત પક્વોત્તર રાજાની સભામાં ઈશર્મા નામે ઈન્દ્રજાલિક નવયૌવના યુવતીને લઈને આવ્યો. રાજાને પ્રણામ કરીને તેણે કહ્યું કે–આ મારી પ્રાણપ્રિયા
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy