SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી વીશસ્થાનક તપ ૯૨ “નમો તિર્થંસ” કહીને નમસ્કાર કરે છે. પૂર્વે વિશાખ શ્રેષ્ઠિની સંઘની ભક્તિથી કોઈ સમકિતી દેવ પ્રસન્ન થઈ તેને ચિંતામણી રત્ન આપ્યું. તે વડે શ્રી સંઘની અતિ ગૌરવપૂર્વક ભક્તિ કરતાં તેણે તીર્થંકરપદ પ્રાપ્ત કર્યું હતું. માટે હે સૌભાગી ! તમે પણ શ્રી સંઘની ભક્તિ ઉલ્લાસપૂર્વક કરો.’ શ્રી સંઘની ભક્તિનું માહાત્મ્ય શ્રવણ કરી જિનદત્તે તૃતીય પદના આરાધનનો નિયમ લીધો. પોતાના નગરમાં આવ્યો. ત્યાં તેની અત્યંત ૠધ્ધિ જોઈ સ્વજનો હર્ષ પામ્યાં. ત્યારપછી નિરંતર હર્ષપૂર્વક તપસ્વી, ગ્લાન, વૃદ્ધ વગેરે સુપાત્રોને પ્રાસુક વસ, પાત્ર, આહાર અને ઔષધ આપવા લાગ્યો. સાસરા તરફથી મળેલો બહુમૂલ્ય હાર રાજાને ભેટ કર્યો. નરેન્દ્રએ પ્રસન્ન થઈને તેને નગરશેઠની પદવી આપી. જિનેશ્વરની પૂજા અને ગુરુદેશના સાંભળીને સમ્યક્ત્વમાં નિશ્ચળચિત્તવાળો થઈ ચતુર્વિધ સંઘની યથાશક્તિ ભક્તિ કરવા લાગ્યો. શ્રી સંઘની ભક્તિના પ્રભાવથી તેનો યશ બહુ વિસ્તાર પામ્યો. એક દિવસ ઈંદ્રે દેવસભામાં તેની ભક્તિની પ્રશંસાં કરી. રત્નશેખર નામનો દેવ શંકા લાવી, પરીક્ષા કરવા શ્રાવકનું રૂપ લઈને તેની પાસે આવ્યો. જિનદત્તે નૂતન આગંતુક સાધર્મિકનો આદર-સત્કાર કર્યો. કપટી શ્રાવકે જિનદત્તની પ્રશંસા કરી, પોતાની પ્રિયાના અર્થે એકાવલી હારની યાચના કરી. જો હાર ન મળશે તો મારી પ્રિયા અને હું પ્રાણત્યાગ કરીશું એમ કહ્યું. જિનદત્ત બોલ્યો. આ સર્વ દ્રવ્ય સાધર્મિકોને માટે જ છે. હું તો માત્ર તેનો વ્યય કરનાર છું. એમ કહી અત્યંત મૂલ્યવાન એકાવલી હાર તેને અર્પણ કર્યો. દેવે પ્રસન્ન થઈ તેના શિરે પુષ્પવૃષ્ટિ કરી. તેની પ્રવચનની અને સંઘભક્તિની સ્તવના કરીને તેને ચિન્તામણિ રત્ન આપ્યું. ચિન્તામણિરત્નના પ્રભાવથી જિનદત્ત સૌ સંઘના વાંછિત પૂર્ણ કરવા લાગ્યો, એક વખત ચાર જ્ઞાનના સ્વામી રત્નપ્રભ ગુરુ પાસે પોતાની ભવસ્થિતિ પૂછી. જ્ઞાની ગુરુએ કહ્યું... હે દેવાનુપ્રિય ! તું અહીંથી કાળધર્મ પામી પહેલા ત્રૈવેયકમાં દેવપણે ઉત્પન્ન થઈશ. ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં તીર્થંકર પદ પામી મુક્તિમાં જઈશ. આ પ્રમાણે ગુરુના વચન સાંભળી અત્યંત હર્ષવંત થઈ સાતક્ષેત્રમાં પુષ્કળ દ્રવ્ય ખર્ચી, શુભ ભાવનાપૂર્વક પોતાની સ્ત્રી અને બીજા ઘણાં શ્રેષ્ઠિઓ સાથે ગુરુ મહારાજ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. મુનિપણામાં પણ ઉલ્લાસપૂર્વક પ્રવચનની ભક્તિ કરતાં મુનિઓને એષણીય ભક્તપાન લાવી આપી યથાશક્તિ વૈયાવૃત્ય
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy