SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ કથાઓ - કાળક્રમે દેવસેન નામે પુત્રને રાજ્ય સોંપી રાજા-રાણીએ ચંદ્રપ્રભ ગુરુ પાસે ચારિત્ર અંગીકાર કર્યું. અગીયાર અંગ અને નવ પૂર્વનું અધ્યયન કરી નિરંતર ભાવપૂર્વક અરિહંત પદની ભક્તિ કરતાં અનશન કરી પ્રાણત કલ્પમાં દેવ થયાં. ત્યાંથી ચ્યવીને દેવપાલનો જીવ મહાવિદેહ ક્ષેત્રમાં તીર્થકર થશે. મનોરમાનો જીવ તેમના ગણધર થશે અને અવ્યાબાધ શિવપદને પ્રાપ્ત કરશે. આ કથાનું વાચન મનન કરી સૌ ભવ્ય જીવો શ્રી અરિહંત પદની આરાધનમાં ઉજમાળ બનો.. શ્રી સિધ્ધપદ વિષે હસ્તિપાલ રાજાની કથા. આ ભરતક્ષેત્રમાં ઈન્દ્રપુરી સમાન સાંકેતપુર નામે નગર હતું. ત્યાં સહસ્ત્રકિરણ સમા હસ્તિપાલ રાજા રાજ્ય કરતા હતાં. તેને બુદ્ધિ નિધાન સમાન ચૈત્ર નામે મંત્રી હતો. તે મંત્રી એકદા રાજ્યકાર્ય અર્થે ચંપાપુરી નગરીમાં ભીમરાજ પાસે ગયો. ત્યાં વીતરાગ શ્રી વાસુપૂજ્ય સ્વામીના દર્શન સ્તુતિ કરીને જ્ઞાની એવા શ્રી ધર્મઘોષ મુનિને વંદન કરી દેશના સાંભળી. “જે પ્રાણી જીવદયા રૂપ ઉત્કૃષ્ટ ધર્મ પાળે છે તેનો આત્મા નિર્મળ થઈ અનુક્રમે જન્મ-જરા કલેશથી રહિત અનંત જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય સ્વરૂપ બની લોકના અગ્રભાગે સિધ્ધભગવંતો રહેલા છે એવા સ્થાનકને પ્રાપ્ત કરે છે. તે સિધ્ધના જીવોનું સુખ કોટિ જીદ્દાઓથી પણ વર્ણન ન થઈ શકે તેવું છે. સુર-અસુર-મનુષ્યના સર્વ સુખો કરતા અનંતગણુ છે. તે સિદ્ધભગવંતોના ધ્યાનથી જીવ ત્રણ જગતને પૂજ્ય એવી ઉત્કૃષ્ટ લક્ષ્મી પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે ગુરુ ભગવંતની દેશના સાંભળી મંત્રીશ્વરે સિધ્ધની ભક્તિ વડે સંસારનો નાશ કરનાર શ્રાવકના વ્રતો સ્વીકાર્યા. *. રાજ્ય સંબંધી કાર્ય પૂર્ણ કરી મંત્રી પોતાના નગરમાં આવ્યો. આવીને નૃપતિને સઘળો વૃત્તાંત કહી બતાવ્યો. આ સાંભળી રાજા હર્ષથી હૃદયમાં વિચારવા લાગ્યો કે અહો ! તે ઉપકારી મુનિરાજ ક્યારે અહીં પધારે કે તેમના દર્શન કરી હું પણ પાવન થાઉં! એવામાં ધર્મઘોષ મુનીશ્વર વિશાળ પરિવાર સહિત નગરના ઉપવનમાં આવી સમોસર્યા. તેમનું આગમન જાણી રાજા અતિશય હર્ષવંત થઈ ગુરુને વાંદવા ચાલ્યો. વિધિસહિત ગુરુવંદન કરી યથાસ્થાને બેઠો ગુરુ મહારાજે સિદ્ધભગવંતોનું સ્વરૂપ પ્રકાશ્ય.
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy