SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ કથાઓ વિભાગ-૨ વીશાન બના શકાશની કથાઓ, 1 શ્રી અરિહંતપદ વિષે દેવપાલની કથા આ ભરતક્ષેત્રમાં લક્ષ્મીથી ભરપૂર અચલપુર નગર હતું. તેમાં ઉજ્જવલકીર્તિ ધરાવનાર રાજા સિંહરથને રૂપવતી શીલવતી અને ગુણવતી એવી કનકમાલા અને શીલવતી નામે બે રાણીઓ હતી. તેમજ લક્ષ્મીના અવતાર સમી મનોરમા નામે સુપુત્રી હતી. આજ નગરમાં અપરિણીત ધનના સ્વામી રામાન્ય જિનદત્ત શ્રેષ્ઠી વસતા હતાં. તેમના ઘરે જિનપ્રણિત ધર્મનો પ્રતિપાલક દેવપાલ નામે દાસ હતો. તેને સદ્ગુરુના સંગે જિનધર્મનો અનુરાગ પ્રગટ્યો હતો. ખૂબ સુંદર ભદ્રકભાવને ધરાવનાર દેવપાલ શેઠના ઘરે પશુઓને ચરાવવાનું કામ કરતો હતો. - એકદા વગડામાં પશુઓને ચરાવવા માટે તે ગયો હતો. ત્યારે પાણીના પ્રબળ પ્રવાહના કારણે કોઈ ભેખડ ધસી પડતાં તેમાંથી શ્રી યુગાદિદેવની મનોહર મૂર્તિ પ્રગટ થઈ. આ જિનબિંબને જોતાં જ ખૂબ હર્ષિત બની ગયેલા અને પ્રભુભક્તિથી રોમાંચિત બની ગયેલા તેણે એક પર્ણકૂટી બનાવી તેમાં શ્રી આદિનાથ પ્રભુની પ્રભાવશાલી પ્રતિમા પધરાવી અને પ્રતિદિનપ્રભુના દર્શન કર્યા પછી જ આહારપાણી લેવા તેવો ચુસ્ત અભિગ્રહ ધારણ કરી નિરંતર પ્રભુની ભક્તિ કરવા લાગ્યો. * એક વખત વર્ષાઋતુના સમયમાં મુશળધાર વરસાદ વરસતાં પૃથ્વી સમુદ્ર જેવી દેખાવા લાગી. ત્યારે સાત દિવસ સુધી તે પ્રભુજીના દર્શને ન જઈ શક્યો. તેથી તેણે સાત ચોવિહાર ઉપવાસ કર્યા. આઠમા દિવસે વૃદ્ધિ બંધ થતાં દેવપાલ અત્યંત હર્ષિત હૈયે પ્રભુના દર્શને ગયો. પ્રભુની સેવા ભક્તિ વિના સાત દિવસ વ્યર્થ ગયા તેમ પોતાને મંદભાગી સમજતો પ્રભુના પુણ્યપવિત્ર દર્શન પામી કૃતાર્થ થયો. દેવપાલની અનન્ય પ્રભુ ભક્તિથી પ્રસન્ન થઈ. શાસનદેવી ચકેશ્વરજી પ્રત્યક્ષ થઈ દેવપાળને વરદાન માંગવા કહ્યું. નિસ્પૃહી એવા દેવપાળે પ્રભુભક્તિ સિવાય કાંઈ માંગ્યું નહીં. પ્રસન્ન થઈ દેવીએ કહ્યું.. તું થોડા દિવસમાં આ નગરનો રાજા થશે. દેવી અંતર્ધાન થઈ ગઈ. શેઠે પરમાત્રથી દેવપાળને પારણું કરાવ્યું. તે સમયે નગર બહાર દમસાર મુનિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. દેવતાઓએ
SR No.005868
Book TitleVishsthanak Tap Aradhana Vidhi
Original Sutra AuthorN/A
AuthorKailaschandravijay
PublisherGuru Gunanuragi Bhaktavarg
Publication Year2002
Total Pages166
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual, & Vidhi
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy