________________
1240 , હૃદય નયન નિહાળે જગધણી
આદરણીય છે પણ હૃદયમાં સ્થાપનીય તો નથી નથી અને નથી જ. સ્થાપનીય તો પરમ પરિણામિક રૂપે અંદરમાં રહેલ વિશુદ્ધ એવું પરમાત્મતત્ત્વ જ છે કારણકે તે સદાકાળ રહેનાર છે અને તેનાથી અનંત આનંદની પ્રાપ્તિ છે. કેમકે આત્મા સ્વરૂપે તો ટૂંકોત્કીર્ણ આનંદસ્વરૂપ છે. અલ્પના આધારે સર્વ યા પૂર્ણ થવાતું નથી પણ પૂર્ણના આધારે પૂર્ણ થવાય છે. માટે અહીં પર્યાયદૃષ્ટિ નહિ પરંતુ દ્રવ્યદૃષ્ટિની પ્રધાનતા છે. અનુભવ જરૂર પર્યાયમાં છે પણ તે અનિત્ય એવા પર્યાય પ્રત્યે દૃષ્ટિ કરવાથી નથી પરંતુ નિત્ય એવા દ્રવ્ય પ્રત્યે જે પૂર્ણ શુદ્ધ છે તેના પ્રતિની દ્રવ્યદૃષ્ટિથી છે. જેમ પિયરમાંથી પરણીને સાસરે ગયેલ કન્યાને સાસુ-સસરા, જેઠ-જેઠાણી, દિયર-દેરાણી વિગેરે અનુકરણીય અને આદરણીય છે પણ હૃદયમાં સ્થાપનીય નથી કારણકે બાકીનાથી તેની સુરક્ષા છે, પણ આનંદ નથી. જ્યારે પતિ એ તો હૃદયમાં સ્થાપનીય છે કારણકે તેના દ્વારા સુરક્ષા છે તેમ સાથે આનંદની પ્રાપ્તિ પણ છે. વળી તે અન્ય સંબંધોના મૂળમાં પણ પતિનો સંબંધ છે. વ્યવહારધર્મથી સુરક્ષા છે જ્યારે નૈશ્ચિયિક ધર્મથી સુરક્ષા સાથે અનંત આનંદ પણ છે. નિશ્ચયવ્યવહારની આ ગૂંચ જેને ઉકલી જાય છે તે વ્યવહારમાં મૂંઝાતો નથીમલકાતો નથી, અટવાતો નથી પણ રોકેટ ગતિએ આગળ વધી ઠેઠ મોક્ષે પહોંચી જાય છે. જેને આ ગુંચ ન ઉકેલાય તેને અટકવાપણું છે અને રૂલવાપણું છે. છતાં હું આગળ વધી રહ્યો છે એવો ખ્યાલ તે બફમ છેભ્રાંતિ છે-મિથ્યાત્વ છે. અજ્ઞાનનો મહા અંધકાર છે અને તે જ સંસાર છે, દુઃખ છે અને દુર્ગતિ છે. વ્યવહાર સાધન છે જ્યારે નિશ્ચય સાધન સાધ્ય ઉભય છે. નિશ્ચિતની (લક્ષિત લક્ષ્યોની) પ્રાપ્તિ પછી વ્યવહાર જે સાધન છે તે છૂટી જાય છે. ગંતવ્ય સ્થાને પહોંચતા ત્યાં લઈ જનારું વાહન છૂટી જાય છે.
- પં. મુક્તિદર્શનવિજય
દેહમુક્તિથી મુક્તિ નથી કહેલ પણ કષાયમુક્તિથી મુક્તિ કહેલ છે. '