________________
શ્રી નેમિનાથજી , 939
વિશ્રામ છે. તે જ મારી આશાની પરિપૂર્તિ છે.
(રથ ફેરો હો સાજન રથ ફેરો) - આ પંક્તિ ઉપર તાત્વિક વિચારણા કરતા એમ જણાય છે કે આનંદઘનજીની પ્રકૃતિ કે જેને રાજીમતિનો સ્વાંગ સજ્યો છે, તે પ્રકૃતિમાં રહેલ “પુરુષ ચૈતન્ય” કે જે ત્રિકાળી દ્રવ્ય રૂપે છે તેને સ્વયંને ઢંઢોળીને કહી રહ્યું છે કે, હવે બહુ ભવાંતર કર્યા. ભવોભવમાં પુનરાવૃત્તિ અખંડ ધારાએ કરી તેથી તે ચિત્તસ્થવૃત્તિ ! તમે હવે પાછા ફરો ! કાયારૂપી રથને જે મનરૂપી ઘોડલા ઉન્માર્ગે ચલાવી રહ્યા છે તેનાથી કર્મનો બંધ થઈ રહ્યો છે તેનાથી પાછા ફરો ! જો પાછા ફરો તો તે આપણને ક્યારે ક્યાં લઈ જશે? યોગોનું કંપન સતત ચાલુ છે. મનનું ચાંચલ્ય સંકલ્પ-વિકલ્પમાં સતત વર્તી રહ્યું છે. શુભાશુભભાવો સતત બંધ પરિણામને કરી રહ્યા છે, જે આશ્રવદ્વાનોનો સદ્ભાવ કરી રહ્યા છે. ચોવીસે કલાક સતત અંતર-બહિર્શલ્પરૂપે વચનયોગ ચાલુ છે. તેના કંપનો વિસ્તાર પામી રહ્યા છે. તેનાથી થતો બંધ પરિણામ ગતિ અને આયુષ્યને આપનારો છે, તેથી તે ચિત્તસ્થવૃત્તિઓ તમે શાંત થાવી. અંતરાત્મભાવમાં સ્થિર થાવ, નિજ આત્મતત્ત્વમાં જીવંતતાને આણો કે જ્યાં કોઈ કંપન કે સ્પંદન માત્ર નથી. આશ્રવ કે બંધ દ્વારો નથી તેથી - શુદ્ધોપયોગમાં સ્થિર થાવ. કર્મ બંધનો અભાવ કરો. હે સાજન ! હે
સ્વામિહે મારા મનરાવાલા એટલે ઈષ્ટદેવ નિજ પરમાત્મા! પૂર્ણતાના આરે જવા લક્ષિત થાવ ! સ્વમાં સ્વથી સ્થિતિવંત થવું એ જ આપણું સ્વરૂપ રમણતારૂપ ચારિત્ર છે. તે મારા મનરાવાલા-હે વાલમ ! નેમનાથ પ્રભુને શરણમાં લ્યો તો જ આ લક્ષ્યવેધ સાચો ગણાશે..
અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે - આત્માની પ્રતીતિ, જ્ઞાન ને (રમણતારૂપી ધર્મને અનુભવ પ્રકાશ કહે છે. યથાર્થ જ્ઞાન વિના અનુભવ
ભેદનો નિષેધ કરવો, એ જ્ઞાનયોગથી-નિશ્ચયથી મોક્ષમાર્ગ છે. ભેદને સ્વીકારીને, ભેદને ટાળીને, અભેદ થવું; એ વ્યવહારથી મોક્ષમાર્ગ છે.