SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ વૈરોષિકદન (૨) પરમાણુરૂપ માત્ર કાણુદ્રવ્ય દ્રવ્યદ્વેષીએ પરમાણુના અસ્તિત્વના છેદ ઉડાડવા જે તર્ક આપ્યા છે તેના પરિહાર કરી ન્યાયવૈશેષિકાએ તેના અસ્તિત્વને સ્થાપવા જે તર્કો આપેલા છે તેમનું જ વિશ્લેષણ અહીં કરીશું. અહીં આપણે વૈશેષિક પરમાણુવાદની ચર્ચા કરવા માગતા નથી. ૩૧ વૈશેષિકાને મતે ભૌતિક વસ્તુઓના અર્થાત્ કા દ્રવ્યાના ( = અવયવીએના) અંતિમ અવયવા પરમાણુએ છે. અવયવીનું વિભાજન કરતાં તેના અવયવા પ્રાપ્ત થાય છે, તે અવયવેાનું વિભાજન કરતાં તેમના અવયવા પ્રાપ્ત થાય છે અને આ વિભાજનની ધારાના જ્યાં અંત આવે છે તે પરમાણુએ છે. પરમાણુઓનુ વિભાજન અશક્ય છે. તે અવિભાજ્ય છે. અવિભાજ્ય હાઇ તે નિરવયવ છે. નિરવયવ હાઈ તેમનું ઉત્પાદક ઉપાદાનકારણ નથી. વૈશેષિને મતે ઉપાદાનકારણ હમેશ કાના અવયવારૂપ હોય છે. પરંતુ પરમાણુએ તે નિરવયવ છે એટલે તેમનું ઉત્પાદક ઉપાદાનકારણ કેાઈ હોઈ ન શકે. પરમાણુએ અકારણ છે. એટલે તે નિત્ય છે.૨૪ વળી, પરમાણુઓને પરિમાણ છે. તેમનુ પિરમાણુ અણુપરિમાણ છે. અણુપરિમાણને પરિચ્છિન્ન પરિમાણુ ગણાય. વૈશેષિક પરિચ્છિન્ન પરિમાણવાળા દ્રવ્યને મૃત ગણે છે. એટલે એ અમાં અણુ મૃત છે. પરમાણુના અસ્તિત્વને આધાર તેના નિરવયવપણા ઉપર છે એટલે વિરે ધી તેના નિરવયવપણા ઉપર પ્રહાર કરી તેના અસ્તિત્વનું ખંડન કરે છે. તે નીચે પ્રમાણે છે. (૧) પરમાણુ પરિચ્છિન્ન પરિમાણવાળુ દ્રવ્ય છે એમ તમે વૈશેષિકે માતા છે અને એ અંમાં તમે તેને મૃત ગણા છે. જે સૂત દ્રવ્યો છે તેમને સંસ્થાન અવશ્ય હેાય છે. સંસ્થાન એ ખીજું કંઈ નહિ પણ અવયવસન્નિવેશ છે. આ ઉપરથી ફલિત થાય છે કે પરમાણુને અવયવસન્નિવેશ છે અને પરિણામે અવયવેા છે. પરમાણુ નિરવયન નથી.૨૫ (૨) પરમાણુ નિરવયવ નથી તે નીચેની લીલથી પણ પુરવાર થાય છે. તમે વૈશેષિકા આકાશને વ્યાપક માને છે એટલે તેણે પરમાણુને અ ંદરથી અને બહારથી વ્યાપવુ જોઇએ. આમ માનતાં પરમાણુના અંદરના ભાગ અને ખબહારના ભાગ એમ બે ભાગ માનવા પડે અને પરિણામે પરમાણુ નિરવયવ ન રહે. આના બચાવમાં જો વૈશેષિક કહે કે પરમાણુની અંદર આકાશ નથી તે। આકાશ અસવ ગત ઠરે.૨૬ (૩) એક અણુ (વચલા અણુ) તેની આજુબાજુનાં છ અણુએ સાથે એક વખતે સંયેાગ ધરાવતા હાઈ તેને છ અવયવેા યા ભાગા ( પૂર્વ ભાગ, પશ્ચિમભાગ, ઉત્તરભાગ, દક્ષિણભાગ, ઊર્ધ્વભાગ,
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy