SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ' વૈશેષિકદર્શન ૧ટ માનતા હોય. પરંતુ તેમણે એક જ વસ્તુ માટે એક જ સંદર્ભમાં “સત્તા અને “ભાવ” એવી બે જુદી જુદી સંજ્ઞાઓ કેમ વાપરી હશે ? આવશ્યકસૂત્રવિશેષાવશ્યકભાષ્યમાં ઉસ્લિખિત વૈશેષિકશાસ્ત્ર પ્રણેતા અને પહુલૂક તરીકે પ્રસિદ્ધ રહગુપ્તની માન્યતા આ સ્થળે નેધવી રસપ્રદ થશે. તેના મતે સામાન્યના ત્રણ પ્રકાર છે—(૧) છ પદાર્થોમાં રહેતું મહાસામાન્ય, (૨) દ્રવ્ય, ગુણ અને કર્મ આ ત્રણ પદાર્થોમાં રહેતું સત્તા સામાન્ય અને (૩) દ્રવ્યત્વ, વગેરે સામાન્ય વિશેષ.૧૮ અહીં જણાવેલું મહાસામાન્ય એ જ પ્રશસ્તપાદે નિર્દેશેલું છયે પદાર્થોમાં રહેતું અસ્તિત્વ છે. આથી એ સંભવ છે કે કણાદનો ભાવ એ રેહગુપ્તના મહાસામાન્ય અને પ્રશસ્તપાદના અસ્તિત્વથી ભિન્ન ન હોય. જે માત્ર અનુવૃત્તિનો હેતુ છે તે ભાવને જ જે સત્તા માનીએ તે સત્તા પણ માત્ર અનુવૃત્તિને જ હેતુ છે એમ સ્વીકારવું પડે. પરંતુ સત્તા તો માત્ર દ્રવ્ય, ગુણ અને કર્મમાં રહેતી હોઈ તેને માત્ર અનુવૃત્તિનો હેતુ કેવી રીતે ગણી શકાય ? આ સમસ્યાનો ઉકેલ શ્રીધર નીચે પ્રમાણે સૂચવે છે. જો કે સત્તા પોતે સામાન્ય, વિશેષ અને સમવાય આ ત્રણ પદાર્થોથી વ્યાવૃત્ત રહે છે તેમ છતાં તે પોતે જેમાં રહે છે તે દ્રવ્ય, ગુણ અને કર્મ એ ત્રણ પદાર્થોને સામાન્ય, વિશેષ અને સમવાય એ ત્રણ પદાર્થોથી વ્યાવૃત્ત કરી શકતી નથી. એમ કેમ ? એનું કારણ એ છે કે જેમ સત્તા દ્રવ્ય, ગુણ અને કર્મને વિશે “આ સત્ છે' એવી અનુગતબુદ્ધિ જન્માવે છે તેમ સ્વરૂપસર્વ સામાન્ય, વિશેષ અને સમવાયને વિશે “આ સત્ છે એવી અનુગતબુદ્ધિ જન્માવે છે. આમ ‘આ સત છે એવી અનુગતબુદ્ધિ છે પદાર્થોને વિશે થાય છે. અર્થાત સત્તા દ્રવ્ય, ગુણ અને કર્મમાં રહે છે અને સામાન્ય, વિશેષ અને સમવાયમાં રહેતી નથી તેમ છતાં “આ સત છે' એવી અનુગતબુદ્ધિ છે દ્રવ્યોને વિશે થાય છે તેનું કારણ એ છે કે સામાન્ય, વિશેષ અને સમવાયમાં સ્વરૂપ સત્ત્વ છે.• પ્રથમ ત્રણે ભાવ પદાર્થો અને છેલ્લા ત્રણ ભાવ પદાર્થો વચ્ચેનો ભેદ સમજવા જેવો છે. પ્રથમ ત્રણને અર્થ ગણ્યા છે જ્યારે છેલ્લા ત્રણને અર્થ નથી ગણ્યા. પ્રથમ ત્રણમાં સત્તા રહે છે જ્યારે છેલ્લા ત્રણમાં સત્તા રહેતી નથી. પ્રથમ ત્રણમાં અપર સામાન્યય રહે છે જ્યારે છેલ્લા ત્રણમાં તે તેય રહેતાં નથી. આ ઉપરાંત એક મહત્ત્વનો ભેદ પ્રથમ ત્રણ ભાવ પદાર્થો અને છેલ્લા ત્રણ ભાવ પદાર્થો વચ્ચે છે. આ ભેદ કાર્યકારિતા ઉપર આધારિત છે. પ્રથમ ત્રણ પદાર્થો બાહ્ય અને આંતર ઘટનાઓની ઉત્પત્તિમાં નિમિત્ત બને છે; તેઓ પિતાનું જ્ઞાન જ્ઞાતાઓમાં ઉત્પન્ન કરે છે એટલું જ નહિ પણ બાહ્ય જગતની ઘટનાઓની ઉત્પત્તિમાં પણ
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy