SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ વૈશેષિકદર્શન ગ્ય વિષયનું જ સંસ્કારવશ સ્વજ્ઞાનમાં આપણને ભાન થાય છે. જે એમ ન હોય તો સ્વપ્રજ્ઞાનમાં પહેલાં જોયેલા–જાણેલા વિષયનું જ ભાન કેવી રીતે થાય ? સ્થમજ્ઞાનના વિષયના બધા જ ભાગે યા અવયવોનું આપણને જાગ્રત અવસ્થામાં જ્ઞાન થયેલું જ હોય છે.૧૨ કેટલાક દાર્શનિકે જણાવે છે કે બાહ્ય અર્થ કાં તો પરમાણુરૂપ હેય કાં તો અવયવીરૂપ હોય, પરંતુ પરમાણુ અને અવયવી બંનેયનું અસ્તિત્વ તર્કથી સિદ્ધ થતું નથી; એટલે બાહ્ય અર્થનું અસ્તિત્વ જ નથી. આની સામે વૈશેષિક પરમાણુ અને અવયવી બનેયની પ્રબળ રીતે સ્થાપના કરે છે. આનું નિરૂપણ યથાસ્થાને કરીશું. વૈશેષિક માત્ર બાહ્યવસ્તુવાદી નથી પરંતુ તે આત્યંતિક બાહ્યવસ્તુવાદી છે. તે વસ્તુઓને જ્ઞાનબાહ્ય માને છે એટલું જ નહિ પણ તે પ્રતીતિભેદ વસ્તુભેદ યા પદાર્થભેદ માને છે. આમ જેટલા પ્રતીતિઓના પ્રકાર તેટલા જ બાહ્ય જગતમાં પદાર્થોના પ્રકાર તે સ્વીકારે છે. પ્રતિભાસનો અર્થાત્ જ્ઞાનને અતિશય (અર્થાત વધારો) બાહ્ય વિષયના અતિશય વિના સંભવતો જ નથી એ વૈશેષિક સિદ્ધાંત છે.૧૩ પ્રતીતિના ભેદને આધારે વૈશેષિકે પદાર્થભેદ માને છે. બાહ્ય પદાર્થોને કણાદ અને પ્રશસ્તપાદ છ વર્ગોમાં વહેંચી દે જે—દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ અને સમવાય. પરંતુ પછીના વૈશેષિકાએ અભાવ નામનો એક સાતમે પદાથે પણ જોડી દીધું છે. આમ કુલ સાત પદાર્થો છે. - પદાર્થ એટલે ? પદાર્થ શું ચીજ છે ? “પદાર્થ ‘પદ અને ‘અર્થ” એ બે શબ્દોમાંથી બનેલ શબ્દ છે. એટલે “પદાર્થનો અર્થ થાય જેના માટે શબ્દનો પ્રયોગ કરવામાં આવે તે વસ્તુ. બીજા શબ્દોમાં કહીએ તો, જે વસ્તુને આપણે કેઈ ને કેઈ નામ આપી શકીએ તે વસ્તુ પદાર્થ છે. વળી, નામ તે જ વસ્તુને આપી શકાય જેને આપણે જાણતા હોઈએ. ઉપરાંત, આપણે જાણ પણ તે જ વસ્તુને શકીએ જેનું અસ્તિત્વ હોય. આ ઉપરથી પદાર્થને ત્રણ લક્ષણો ફલિત થાય છે – By Bria(isness), 3467(knowability) 242 24 Peta444(namabilit:).98 પાદટીપ : १ ज्ञानस्यं स्वसंवेदनमेवान्यस्य ग्राह्यता । न्यायकन्दली पृ० २९६ । तथा यत् परस्य प्रकाशकं तत् स्वप्रकाशे सजतीयपरानपेक्षम् । यथा प्रदीपः । प्रकाशकं च ।
SR No.005834
Book TitleShaddarshan Part 02 Nyaya Vaisheshik
Original Sutra AuthorN/A
AuthorNagin J Shah
PublisherUniversity Granthnirman Board
Publication Year1974
Total Pages628
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy