SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રમણ ક્રિયા સૂત્રસન્દર્ભ જણાવનારાં “સંમતિ આદિ દર્શન શાસ્ત્રોની અપેક્ષાએ એજ પાંચ પ્રકારે થાય છે. ૧–જેનદર્શનની નિંદાથી, ૨-જનધર્મીની નિન્દા કરવાથી, ૩–જૈનદર્શનની સત્યતા સિદ્ધ કરનારા જેન દર્શનનાં ગ્રન્થની, જિનમંદિર–મૂર્તિ કે તીર્થોની તથા જૈનદર્શનની પ્રભાવના કરનારા ઉદ્યાપનાદિ કાર્યોની નિન્દા કરવાથી, અસાધર્મી આદિને ઉપદ્રવ-ધર્મમાં અંતરાય કરવાથી અને પ-દર્શનાચારના આઠ આચારોને નહિ પાળવાથી, એમ યથાયોગ્ય પાંચ પ્રકારે સમજી લેવા. ચારિત્રની વિરાધના પણ વ્રત વિગેરેના ખંડનરૂપ સમજવી. (તેના પણ ૧- ચારિત્રની નિન્દા, ચારિત્રવંત સાધુસાથ્વીની નિન્દા, ૩–ચારિત્રના ઉપકરણની આશાતના, ૪ ચારિત્ર લવામાં કે પાળવામાં તે તે પ્રકારે અંતરાય કરવો અને પ–સમિતિ ગુપ્તિઓનું કે ચરણ—કરણ સિત્તરી વિગેરેનું યથાયેગ્ય પાલન નહિ કરવું. એમ પાંચ પ્રકારે યથાયોગ્ય સમજવા.) એ ત્રણ પ્રકારની વિરાધનાથી જે અતિચાર સેવ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. વળી 'चतुर्भिकषायैः, क्रोधकषायेन-मानकषायेन-मायाकषायेन માન’ તેમાં જ્યાં જીવો વિવિધ દુખેથી કસાય એટલે પીડાયરીબાય-મરી જાય તેને “કષ એટલે સંસાર કહ્યો છે, તેને આય એટલે લાભ જેનાથી થાય તે કષાયે ચાર છે, ક્રોધ-માન-માયા અને લોભ. તેમાં ક્રોધ એટલે અપ્રીતિ, માન એટલે અકડાઈ, માયા એટલે ક૫ટ–કુટિલતા અને લોભ એટલે જડ પદાર્થ ઉપર મૂછ, એ દરેકને ઉદય થવા પહેલાં ઉદય થતે નહિ અટકાવવાથી અને
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy