SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ગોચરીના દોષ ૨૫૧ પિતાની વિદ્યા કે તપને પ્રભાવ કહીને, અથવા અમુક રાજા વિગેરે મારા ભક્ત છે એમ કહીને, કે સાધુને ક્રોધ નિષ્ફળ જ નથી, ઈત્યાદિ કહીને “આને આહારાદિ નહિ આપું તે મને આપત્તિમાં નાખશે એવો ભય પેદા કરી આહારાદિ મેળવે તે કેપિંડ જાણવો. ૮-માનપિંડ-પિતાની લબ્ધિની પ્રશંસા સાંભળીને ગર્વિષ્ઠ બનેલો કેઈ સાધુ બીજા સાધુએ માને ચઢાવવાથી આહારાદિ લાવે અથવા કેઈ સાધુ કોઈ ગૃહસ્થને અભિમાને ચઢાવીને તેણે અભિમાનથી આપેલો આહારાદિ પિંડ લાવે, વિગેરે માનપિંડ જાણવો. ૯-માયાપિંડ વારંવાર પિંડ મેળવવા માટે જુદા જુદા વિષ બદલીને કે જુદી જુદી ભાષા (સ્વર) બલીને આષાઢાભૂતિની જેમ માયા કરી લાવે તે માયાપિંડ જાણવો. ૧૦–લોભપિંડ=ઘણાં અથવા મને ભિષ્ટ આહારાદિને મેળવવાના લોભે ઘણાં ઘરમાં ફરનારને લાવેલો પિંડ લોભપિંડ જાણો. ૧૧-પૂર્વપશ્ચાત્ સંસ્તવપિંડ અહીં પૂર્વ શબ્દથી પૂર્વના સંબંધી માતા-પિતા-કાકા વિગેરે પિતૃપક્ષ અને પશ્ચાત્ શબ્દથી પછી સંબંધમાં આવેલા સાસુ, સસરે, સાળા વિગેરે શ્વસુરપક્ષ જાણવો. જે સાધુ ભિક્ષાને માટે દાન દેનારને પિતાના માતાપિતાદિના જેવાં અથવા સાસુ-સસરાદિના જેવાં જણાવીને એ રીતે સંબંધની ઘટના ઘટાવવારૂપ પ્રશંસા કરીને આહારાદિ લાવે તે યથાક્રમ પૂર્વ સંસ્તવ અથવા પશ્ચાત્ સંસ્તવપિંડ જાણો.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy