SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય નિવેદન. અનાદિ જગતમાં ભિન્ન ભિન્ન પ્રકૃત્તિવાળા જેને જીવનમાર્ગ વિચિત્ર હોય છે, એથી પરસ્પરની અથડામણે દ્વારા રાગ-દ્વેષ, કેધાદિ કષાય અને વેરઝેર વિગેરેથી જગત સદાય ત્રાસી રહ્યું છે. એ દુઃખમાં રીબાતા પ્રાણીએને શાસ્ત્રો એકમાર્ગે દોરી ઉપર્યુક્ત આંતર શત્રુઓથી બચાવવાનું કામ કરતાં આવ્યાં છે, બાહ્ય ઝઘડાઓના નિવારણ માટે પંચે, કે, રાજ્ય વિગેરે જરૂરી છે, છતાં આંતર ઝઘડા ટળ્યા વિના બાહ્ય ઝઘડાઓની વાસ્તવિક શાન્તિ જગતને મળી જ નથી. આ આંતર ઝઘડાઓનું સમાધાન કરીને વેર-ઝેરને બદલે મિત્રી આદિ ભાવો પ્રગટાવવાદ્વારા સર્વને સમાન સુખ આપવાનું કામ એક જ માત્ર જૈનશાસ્ત્રો કરી શકે છે. આવા ઉપકારી શાસ્ત્રોની વફાદારી જીવનમાં પ્રગટાવવા માટે જૈન સાહિત્યની સેવા જેટલી થાય તેટલી ઓછી છે. એ કારણે પૂ. ગુરૂ દેના ઉપદેશથી આ એક નાનકડું પણ અતિ ઉપકારક પુસ્તક સમાજને ચરણે ધરતાં અમે ખૂબ સન્તોષ અનુભવીએ છીએ. આ પુસ્તકના સમ્પાદનમાં ૫૦ પૂ. સંઘસ્થવિર આ૦ શ્રીવિજયસિદ્ધિસૂરીશ્વરજી મ.ના પટ્ટાલંકાર સ્વ. આ ૦ શ્રીવિજય મેઘસૂરીશ્વરજી મ.ના પટ્ટધર આ૦ શ્રીવિજયમનેહરસૂરીશ્વરજી મ.ના શિષ્ય મુનિ શ્રીભદ્રકવિજયજી મહારાજે કરેલા પ્રયત્ન ખૂબ જ અનુમોદનીય છે. . • – પ્રકાશક.
SR No.005806
Book TitleShramankriya Sutra Sandarbh
Original Sutra AuthorN/A
AuthorPrabhanjanashreeji
PublisherShantilal Chunilal Shah
Publication Year1957
Total Pages372
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy