SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૨૭ ] પહડ વજડાવ્યું કે જેના વખતમાં, ગાય, ભેંસ, બળદ ઘેડ વિગેરે પશુઓને પણ પાણી ગાળીને જ પાવામાં આવતું હતું. અને તે ધર્મિષ્ઠને “પરમહંત એવું બિરુદ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજે આપ્યું હતું, તે કુમારપાળ રાજા આવતી વીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ પ્રભુના ગણધર થવાના છે, તેનો હાલ પણ યશવાદ વતે છે. તથા આગામીભવે પણ વર્તાશે. સદા તેવા પુરુષે જયવંતા વહેં ! અરે આપણે કયારે પ્રમાદરૂપી પછેડી દૂર કરી પાપરૂપી માલન શામાંથી ઉઠી તેવા પરમહંત થવા અને શિવવધૂવરવા ઉજમાળ થઈશું જેથીભવપ્રપચરૂપી તાપ ઉપશમે. ૫. બહુ આરંભથી ન વાપરવા લાયક ચીજો, અને તે વર્જવાનાં કારણો. ૧ શેરડી–ઘણી ખાવા છતાં તૃપ્તિ ઓછી થાય છે. અને તેનાં છતાં ઘણા નીકળે છે ચૂસવાથી મુખની લાળમાં સંમૂચ્છિમ ચિંદ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય છે. તેમજ ગળપણને લીધે કીડીઓ વિગેરે ચડે છે તેના ઉપર પગ પડવાથી કે ઢોર ચાવી જવાથી તેમાં કીડી વિગેરેની હિંસા થાય. ૨ થી ૧૦ સીતાફળ, રાયણ, રામફળી, ખલેલાં, પાકા ગુદાં, જાંબું કરમદાં, બાર, વિગેરે આ વસ્તુઓના ઠલીયા ફેંકી દેવા પડે છે. તે મોઢામાંથી કાઢીને ફેંકી દેવાય છે. તેમાં પણ સામૂચ્છિમ મનુષ્યની તથા ઉપર પ્રમાણે બીજા ત્રાસ જીવોની હિંસા થાય છે બોરની જાતમાં તે ઈયળ વિગેરે જંતુઓ નીકળે છે. તેથી પણ તે અભક્ષ્ય છે જ.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy