SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ [[ ૯૩ ] તેમાં અંકુરા કુટેલા હોય છે, તે અનંતકાય હેવાથી અભક્ષ્ય છે. માટે સવારના પાંચ છ વાગે પલાળવા. તે પણ થોડો જ વખત પાણીમાં રાખવા. નહિંતર બેચાર કલાક લગભગમાં તે અંકુરા ફુટી જાય છે. મતલબ કે–અંકુરા સહેજ પણ ન જોઈએ. ખરી રીતે તે દરેક કઠોળ બાફીને કરાય, તે તેમાં અંકુરા કુટવાને ભય નથી. સ્વજન કુટુંબ કે નાતમાં જમવા જતાં ખાસ ઉપયોગ રાખો, કદાચ ત્યાં રાત્રે જ કઠોળ પલાળી શાક બનાવ્યાં છે. તેથી દરેક ચીજ ખાતાં પહેલાં પ્રથમથી જ ભક્ષ્યાભઢ્યને વિચાર કરવો ઉચિત છે. (કઈ કઈ શેખીને-મગ વિગેરેના અંકુર ફુટ દઈને તેના અંકુર સહિત છુટા રાંધે તે સર્વથા વવા.) ૨૯ પલંકાની ભાજી. ૩૦ સુઅરવલ્લી–જે જંગલમાં મોટી વેલડીના જેવી થાય છે, તે. - ૩૧ કમળ આંબલી–જ્યાં સુધી માંહે બીજ સંક્રમે નહિ, ત્યાં સુધી તે અન તકાય છે. કેમળ ફળમાં જ્યાં સુધી અંદર બી ન થયાં હોય ત્યાં સુધી અનંતકાય છે, માટે અતિ કમળ એવાં સઘળાં ફળ ખાવા નહીં. - ૩૨ આલુકંદ- તે રતાળુ-બટેટાં, અને પિડાળુ -(ડુંગળી) સકરકંદ, ઘાષાતકી અને કરીર-કેરડા, એ બે વનસ્પતિ અંકુરાને અનંતકાય કહે છે. ૧ કેબી પણ પશ્ચિમ દેશની ડુંગળી કે મૂળાની જાત સંભવે છે. તે પત્રાત્મક શાક છે.
SR No.005802
Book TitleAbhakshya Anantkay Vichar
Original Sutra AuthorN/A
AuthorPranlal Maganji Mehta
PublisherYashovijayji Jain Sanskrit Pathshala
Publication Year1981
Total Pages202
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy