SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રમણકયાનાં સૂત્રો-સાથ થાનૅ ભયનાં સ્થાન એટલે ભયના આશ્રયે (નિમિત્ત), તે ૧. “આલેક, ૨. પરલોક, ૩. આદાન, ૪. અકસ્માત્ પ. આજીવિકા, ૬. મરણ અને ૭. અપયશ” એમ સાત પ્રકારના છે. તેમાં “મનુષ્યને મનુષ્યથી, પશુને પશુથી વગેરે સ્વજાતિથી ભય તે ૧. ઈહલેકભય. પરજાતિને એટલે મનુષ્ય વગેરેને તિર્યંચ વગેરેથી ભય તે. ૨. પરલોકભય. રખે, કોઈ ચોર વગેરે મારું ધન વગેરે, લઈ જશે, એ ભય તે ૩. આદાનભય. કોઈ બાહ્ય નિમિત્ત વિના જ (એકાએક વિજળી પડવા વગેરે) અથવા ઘરમાં અંધકારને ભય, તે ૪. અકરમાતૃભય. નિર્ધન વગેરેને “અરેરે, હું દુષ્કાળમાં શી રીતે જીવીશ? વગેરે ભય તે પ. આજીવિકાભય. ૬. મરણનો ભય, અને લોકમાં અપકીતિ આદિ થવાનો ભય તે ૭. અપશયભય. એ સાત ભયસ્થાનોને લીધે જે અતિચાર લાગ્યો હોય તેનું પ્રતિક્રમણ કરું છું. હવે પછીના પાઠમાં સૂત્રકાર ભગવતે “પ્રતિમામ ક્રિયાપદ તથા તે તે સ્થાનોની નામપૂર્વક ગણના કરી નથી, એથી તે સ્વયમેવ સમજી લેવાં. ‘અમિથાજોઃ આઠ સદસ્થાને વડે (લાગેલા અતિચારનું પ્રતિકમણ કરું છું” એમ સ્વયં સમજી લેવું). એ રપાઠ સદસ્થાને : ૧. જાતિમદ, ૨. કુળમદ, ૩. બળદ, ૪. રૂપમદ, ૫. તપમદ, ૬. એશ્વર્ય –ઠકુરાઈનો મદ, ૭. શ્રતમદ અને ૮. લાભમદ, તથા “નવમિત્રહ્મચર્યનુffમ: - બ્રહ્મચર્યની રક્ષા માટે ઉપાયભૂત “વસતિશુદ્ધિ” વગેરે નવ તારતમ્યની અપેક્ષાએ અસંખ્યાત ભેદ હોય છે. અથાત પ્રત્યેક લેસ્યામાં વર્તતા વિચિત્ર પરિણામવાળા જેવો અસંખ્યાતા હોય છે.
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy