SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ હોય છે માસિક ચક્ર. ૭. સાત મા ભિક્ષુની બાર પડમાઓ પહિમા-પ્રતિમા, એને અર્થ એ છે કે વિશેષ આરાધનાની યોગ્યતા કેળવીને તે પ્રમાણે આરાધના માટે વિશેષ (આક) અભિગ્રહ કરવો-પાળવે. | ગૃહસ્થને “સમ્યક્ત્વ પ્રતિમા ” વગેરે અગિયાર પ્રતિમા હોય છે, કિન્તુ સાધુને બાર પ્રતિમાઓ કહેલી છેઃ ૧. એક માસિક, ૨. દ્વિ માસિક, ૩. ત્રણ માસિકી, ૪. ચાર માસિક, ૫. પાંચ માસિકી, ૬. છ માસિકી, ૭. સાત માસિકી, ૮. પ્રથમ સાત અહોરાત્રની, ૯. બીજા સાત અહોરાત્રની, ૧૦. ત્રીજા સાત અહોરાત્રની, ૧૧. એક (ત્રણ) અહોરાત્રની અને ૧૨. એક રાત્રિની. કહ્યું છે કે – मासाई सत्ता, पढमाबिइतइअसत्तरायदिणा । अहराइ एगराई, भिक्खूपडिमाणबारसगं ॥१॥ ભાવાર્થ-એકથી સાત સુધી એક મહિના, બે મહિના વગેરેની અર્થાત્ જેટલામી પ્રતિમા હોય તેટલા મહિનાની; આઠમી, નવમી, દશમી સાત સાત અહોરાત્રની. ૧૧મી એક અહેરાત્રની અને ૧રમી એક રાત્રિની, એમ ભિક્ષુઓની પ્રતિમાઓ બાર જાણવી. આ પ્રતિમાઓનું પાલન કરવા ઈચ્છતા સાધુ પહેલાં ગછની નિશ્રાએ જિનકલ્પિકની જેમ તપ, શ્રુતજ્ઞાન, સંઘયણ, એકત્વ અને સત્ત્વ એ પાંચ વિષયમાં પરિકર્મ એટલે
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy