SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ સંથારા પરિસી ૧૯૭ એમ ચારને મંગલ, લોકોત્તમ તરીકે માની તે ચારનું શરણ કરે. પછી અઢાર પાપસ્થાનકને તજવા માટે TITયા ઈત્યાદિ-૧. પ્રાણાતિપાત-હિંસા, ૨. અલિક-અસત્ય, ૩. ચેરી, ૪. મથુન, પ. દ્રવ્યમૂછ-સર્વ દ્રવ્યોને પરિગ્રહ, ૬. ક્રોધ, ૭. માન, ૮. માયા, ૯. લોભ, ૧૦. પ્રેમ-રાગ, ૧૧. દોષ છેષ (૧). ૪૦ ઈત્યાદિ-૧૨. કલહ, ૧૩. અભ્યાખ્યાન (ખોટું આળ દેવું), ૧૪. પશુન્ય-ચાડી, ૧૫. રતિ-અરતિ વડે સમાયુક્ત એટલે બે મળીને એક, ૧૬. પરંપરિવાદદ્વેષથી બીજાની નિંદા, ૧૭. માયાપૂર્વક મૃષા (અસત્ય) વચન અને ૧૮. મિથ્યાત્વરૂપી આત્મશલ્ય (૨). વિરપુ. ઈત્યાદિ-આ કહ્યાં, તે અઢારે પાપસ્થાનકે મોક્ષમાર્ગના સંસર્ગમાં (સેવનામાં) વિદનભૂત છે, દુર્ગતિનાં કારણે છે, તે સર્વને હું વોસિરાવું છું (તાજું છું) (૩). તે પછી પોતાનું સ્વરૂપ ભાવતે ભાવના ભાવે કે " isés ઈત્યાદિ-હું એકલો છું, મારું કઈ નથી, હું પણ બીજા કોઈને નથી, એમ અદીન મન વડે (મનમાં નિરાધારપણાની દીનતા વિના) આત્માને શિખામણ આપે અર્થાત્ હે જીવ! આ સંસારના સંબંધો કૃત્રિમ છે, તું નિરાધાર નથી, પણ અરિહંતાદિન શરણે રહેલું છે, માટે નિર્ભય છે એમ સમજાવે (૪).
SR No.005801
Book TitleShraman Kriyana Sutro Sarth
Original Sutra AuthorN/A
AuthorShrutgyan Prasarak Sabha
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year1982
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy